________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૯) જે ખેચર હતું તેને મારા પિતાએ માર્યો છે. તે સાંભળી કુમાર બેત્યે અરે ! આ બહુ વિરૂદ્ધ કામ કર્યું. કારણ કે તે મહને અહીં લાવ્યો હતો. તેથી મહેં કનકશ્રીને ધર્મને ઉપદેશ આપે, માટે તે ખેચર હારે પરમ ઉપકારી ગણાય. અથવા પૂર્વે કરેલા વિરૂદ્ધ કર્મનું આજે હેને આ ફળ મળ્યું. એમ કહ્યા બાદ વણિકની સ્ત્રીએ વિદ્યાધરીને કહ્યું કે, આજે સાત દિવ વસથી કુમારને ઉપવાસ છે. કારણ કે આ કુમાર બહુ ધર્મિષ્ઠ છે. અને તે સચિત્ત આહાર લેતા નથી. પછી વિદ્યાધરીના પરિવારે ફલ, પત્ર, પુષ્પ અને કંદમૂળ લાવીને કુમારની આગળ મૂકયાં. પરંતુ પિતાના નિયમને લીધે પૂર્વની માફક તેનું પણ તેણે ભેજન કર્યું નહીં, ત્યારબાદ તેના પરિવારે તે સર્વ ફલાદિક ખાધાં તેથી તરતજ તે સર્વે લેકે મરણ પામ્યા. કુમારે મનમાં વિચાર કર્યો કે, જેના પ્રભાવથી ભવ્ય પુરૂ
સંસાર સમુદ્રને તરી જાય છે એવા ધર્મ જ ધર્મમહિમા. આ જગતમાં સત્ય છે. અને તેથીજ સર્વત્ર
જય થાય છે. તેમજ ઉત્તમ ગુણેથી વિરાજીત, વળી શુભ ફળ આપવામાં કલ્પવૃક્ષ સમાન, અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરવામાં સૂર્ય સમાન અને જેઓએ ઉપદેશ પૂર્વક નિયમ આપી મહારે ઉદ્ધાર કર્યો એવા ધર્મગુરૂઓને આ જગતમાં જય થાઓ! તેમજ અનેક વિપત્તિઓ વડે બહુ ભયંકર એવા આ સંસાર કૂપમાંથી મહારો ઉદ્ધાર કર્યો અને અતિ વિકટ ભવરૂપી અટવીમાંથી જેમણે હારું પરિભ્રમણ નિવાર્યું તે ગુરૂ મહારા પરમ ઉપકારી છે. એમ તે કુમાર ચિંતવતે હતા તેટલામાં વિદ્યાધરીએ વિદ્યાના પ્રભાવથી જાણ્યું કે દ્વેષ બુદ્ધિથી પૂર્વોક્ત તે ખેચરે વિષ મિશ્રિત કરી આ ફલાદિક વસ્તુઓ પ્રથમ અહીયાં મૂકેલી હશે અને તેઓને પ્રભાવ
For Private And Personal Use Only