________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૮).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પણ બંધ કર્યો. પછી મહેં વિચાર કર્યો કે, ગુણ પણ દેષનું કારણ બને છે. ત્યારબાદ આવા અયોગ્ય કંટાળાને લીધે તે દિવસથી આરંભીને તે પણ સમુદ્રની મુસાફરી માટે તૈયાર થયો. પછી પિતાના પિતાની આજ્ઞા લઈ શુભ મુહૂર્તમાં તે દેશાંતર ચાલ્યા. તે વખતે તેને બીલકુલ આગ્રહ નહોતો છતાં હું પણ તેની સાથે વહાણમાં બેઠી. રાત્રીના સમયે સમુદ્રમાં ચાલતાં નિદ્રામાંથી હું જાગી ઉઠી. અને દેહચિંતા ટાળવા માટે જાજરૂમાં જતી હતી તેવામાં તેણે ધક્કો મારી મહને સમુદ્રમાં નાખી દીધી. તે પ્રસંગે દૈવગે મહારા હાથમાં એક પાટીયું આવી ગયું. તેથી તેને આશ્રય લઈ હું અહીં આવી છું. વળી હે કુમાર ! હાલમાં હને બહુ ભુખ લાગી છે, એમ કહી તેણી એ કુમારની આગળ પોતે આણેલાં સચિત્ત ફળ મૂકયાં. કુમારે પોતાના હૃદયમાં ગ્રહણ કરેલા નિયમનું સ્મરણ કરી તે ફળ ખાધાં નહીં. ત્યારે તેણીએ બહુ આગ્રહ કરી કુમારને પૂછ્યું કે, આ સુંદર ફળ તમે શા માટે ખાતા નથી? કુમાર બલ્ય, પત્ર અને પાણી વિના બાકીની સચિત્ત વસ્તુને મહારે ત્યાગ છે. એ પ્રમાણે સાત દિવસ સુધી કુમારે મનથી પણ સચિત્ત દ્રવ્યની ઈચ્છા કરી નહીં. તેમજ ધર્મને ઉપદેશ આપી તે સ્ત્રીને પણ બાર વ્રતધારી શ્રાવિકા કરી. ત્યારબાદ સચિત્તને નિયમ કરવાથી તે પણ સાત દિવસ સુધી ઉપવાસ રહી. તે દરમીયાન પૂર્વોક્ત વિદ્યાધરી બહુ પરિવાર સાથે ત્યાં આવી
તે પ્રસંગે બહુ કૃશ થયેલી અને પિતાની ફરીથીવિદ્યાધ આગળ રહેલી તે સ્ત્રી સાથે કંઈક વાતચિત રીનું આગમન કરતા કુમારને અત્યંત દુર્બળ અવસ્થામાં
તેણે જે પછી મસ્તકે હાથ જોડી તે વિદ્યાધરી બેલી, હે પ્રાણવલ્લભ! આપ આ વિમાનમાં બેસી જાઓ. જેથી આપણે તમારા નગરમાં જઈએ. વળી તમારે અપકારી
For Private And Personal Use Only