________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર લાંબી છે શાખાઓ જેની, એ એક હોટે વૃક્ષ તેઓના જેવામાં આવ્યું. પછી તેની નીચે ગાઢ છાયામાં વિલાસવતી સહિત કુમાર બેઠે અને આનંદપુર્વક તેની શોભા જેતે હતા, તેટલામાં ખાંગ શિવના આયુધથી વિભૂષિત છે હસ્ત જેને, વળી ઉજત જટાવડે સુશોભિત છે મસ્તક જેનું, તેમજ પ્રગટ કર્યો છેૉટા તથા ઝાંઝરને નાદ જેણે, જેના હાથમાં ભિક્ષાપાત્ર ધારણ કરેલું છે, પ્રાણુઓને જાણે પ્રલયકાલ આવ્યા હોયને શું ? એમ ડમડમ વાગતા ડમરૂના નાદથી અતિ ભયંકર દેખાવ આપતે અને મનમેહક આકૃતિવાળે એક મહાવ્રતી આકાશમાંથી એકદમ ત્યાં આવ્યું. કુમારને જે ચિત્રામણની માફક સ્તબ્ધ થઈ તે કંઈ પણ બોલી શક્યો નહીં. ત્યારે કુમારે વિલાસવતીને કહ્યું કે, હે સ્ત્રી ! આ પુરૂષ નથી પણ સ્ત્રી છે. વિલાસવતી બેલી, હે નાથ ! પુરૂષનું સ્વરૂપ સાક્ષાત્ દેખાય છે અને સ્ત્રીને આકાર બીલકુલ દેખાતું નથી છતાં આ સ્ત્રી છે એમ તમે શાથી કહો છો? કુમાર બોલ્યા, હે સુંદરી! તું એની ચેષ્ટા જે. વક્ર દ્રષ્ટિથી જુએ છે. વળી મહારા હામું જોઈ શરીરે સ્વેદ જલ વહન કરે છે, તેમજ શરીર રોમાંચિત થઈ ગયું છે. પગના અંગુઠા વડે પૃથ્વી તરે છે. તે ઉપરથી આ સ્ત્રી છે એમાં કોઈ પ્રકારે સદેહ નથી. વિદ્યા સાધવા માટે આ સ્ત્રીએ પુરૂષને વેશ ધારણ કર્યો છે. કારણકે વિદ્યાએ અનેક પ્રકારની હોય છે અને તેઓને સિદ્ધ કરવાના ઉપાય પણ બહુ પ્રકારના હોય છે. એમ કુમાર બલતે હતે તેટલામાં તે વિદ્યા તેને સિદ્ધ થઈ ગઈ. તેથી તેણે કાપાલિકનો વેશ છોડી દઈ સ્ત્રી રૂપ ધારણ કરી કહ્યું કે, હું કુમાર! આપના દર્શનથી ઘણું દિવસે આજે હારી વિદ્યા સિદ્ધ થઈ એમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે કઠપક્ષની માફક સપુરૂષના દર્શનથી દરેક કાર્ય સિદ્ધ થાય છે. વળી હે કુમારે! આ હારે
For Private And Personal Use Only