________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની થા.
( ૧૯૩ }
ઉચિત ગણાય નહીં. કદાચિત્ સ્મૃતિ પ્રચંડ વિષેધારી સપના સુખમાં હસ્ત ફેંકવા, સહસા હળાહળ વિષપાન કરવું, તત્કાલ પ્રસવેલી વાઘણુના સ્તનમાંથી દૂધ પીવું, સ્હામા પવનથી પ્રજ્વ લિત મગ્નિની નજીકમાં શયન કરવું, મધર વિગેરે પ્રાણીઓથી વ્યા કુલ એવા સમુદ્રમાં સ તાષપુ ક પ્રવેશ કરવા, તેમજ તીક્ષ્ણ નખાથી અતિ ભયંકર રીંછ વિગેરે ધાતક પ્રાણીઓની સાથે આલિંગન કરવું, તે સર્વ શ્રેષ્ઠ ગણાય, પરંતુ ક્ષણ માત્ર પણ ધર્મમાં પ્રમાદ કરવા તે ચેાગ્ય ગણુાય નહીં. કારણ કે તે પ્રમાદ દરેક જન્મમાં દુ:સહ દુ:ખ આપવામાં અતિ પ્રચંડ છે. સ્મા પ્રમાણે અમૃત સમાન આન ંદદાયક કુમારની વાણી સાંભળી તે બન્ને જણાએ મતિચારના માચરણથી લજ્જા પામ્યા.
૧૩
વસ'તક્રીડા.
અન્યદા વસંતસમયમાં વિલાસવતી કુમારને કહેવા લાગી કે, હું પ્રિય ! હાલમાં તમે ક્રીડા રસથી પરાઙમુખ થયા છે, પરંતુ મ્હને તે વાતના બહુ શોખ છે. માટે હમે નોંદનવનમાં મ્હારી સાથે કીડા કરવા ચાલે, ત્યાં જઇ કેળ, ઈલાયચી અને વિંગ વિગેરે લતાઓના મંડપમાં આપણુ ક્રીડા રસનું પાન કરીએ. કુમાર આયે, હું મૃગાક્ષિ ! આ કાર્ય કરવું આપણને ઉચિત નથી, પરંતુ ત્હારા આગ્રહને લીધે મ્હારે આવવુ પડશે. એમ કહી તેણીની સાથે તે ચા. અને નંદનઉદ્યાનમાં ગયા. પ્રથમ જીનમંદિરમાં જઇ ભક્તિભાવ યુક્ત અને ભગવાનની પુજા કરી, પછી સ્તુતિ કરી ત્યાંથી બહાર નીકળ્યેા. ત્યારબાદ મધુર ગુંજારવ કરતા ભ્રમરા તેમજ ફાયલના નાદથી વાચાલિત ગભીર વૃક્ષાની ઘટાવાળા વનમાં તેમણે પ્રવેશ કર્યો. ત્યાં આગળ સુંદર પુષ્પા વડે કલ્પવૃક્ષના ગવને હરણુ કરનાર, તેમજ બહુ સરલ અને
For Private And Personal Use Only