________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૧) દેવ અને દેવીએ મુનીંદ્રને નમસ્કાર કરી કુમારને કહ્યું કે
એક ક્ષણમાત્ર અમારૂં સંગીત તથા નૃત્ય દેવનું સંગીત જુઓ. તે સાંભળી કુમાર નીચે બેઠે એટલે
તેઓએ તત્કાલ કપિત દેવદેવીઓનાં બહુ સ્વરૂપ કરી નાટકને પ્રારંભ કર્યો. આશ્ચર્યની માફક તે જોવામાં કુમાર તલ્લીન થઈ ગયે એટલે તે દેવામાંથી સંધ્યા સમાન વર્ણવાળે નૃત્ય કરતે એક વ્યંતર દેવ વિલાસવતીના કંઠમાં વળગીને બેત્યે હે વત્સ! આજે સાતમા દિવસે તું જોવામાં આવી હું હારા બાપની મા છું. હારા વિયોગને લીધે ગળે પાશ બધી કાળ કરીને હું વ્યંતરી થઈ છું. વિભંગ જ્ઞાનવડે હને અહીં જાણુને બહુ પ્રેમને લીધે હું આવી છું. વળી ત્યારે પિતા પણ હારા વિરહથી હૃદય ભેદીને મરી જશે. કારણકે જે દિવસે લ્હારૂં હરણ થયું છે ત્યારથી તેણે નિદ્રા તથા ભેજનાદિકને ત્યાગ કર્યો છે. અને હું તે તેજ વખતે પ્રાણ વિયુક્ત થઈ છું. વળી તે દિવસે સર્વત્ર શોધ કરાવી પરંતુ કેઈપણ ઠેકાણે લ્હારે પત્તે મળે નહીં તેથી હારા પિતા વિગેરે મહા દુ:ખ સાગરમાં ડૂબી ગયા છે. માટે તમે સર્વે અહીં ક્ષણમાત્ર સ્થિતિ કરે. જેથી હે પુત્રિ ! હું હારા પિતા રણમલ રાજાને લઈ જલદી અહીં આવું છું. એમ કહી તે વ્યંતરી ક્ષણ માત્રમાં ત્યાં જઈ તેના પિતાને લઈ ત્યાં પાછી આવી. રણમલ્લ પણ મુનીંદ્રને વદન કરી નીચે બેઠે. ત્યારબાદ કુમારાદિક સર્વે અને તેને નમ્યા. પછી રણમલ્લ બે હે વિલાસવતી? હારી માના કહેવાથી સર્વ સમાચાર જાય એમ તે વાત કરતે હો તેવામાં કુમારને પિતા પુરંદર રાજા પણ તેની શોધ કરતે ત્યાં આવ્યો. રણમલ્લ વિગેરે સર્વે ઉભા થઈ રાજાને પ્રણામ કરી વિનયપૂર્વક નીચે બેઠા. ત્યારબાદ મુની પણ ફરીથી તેઓને ઉદેશી દેશ
For Private And Personal Use Only