________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૦)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. રાગદ્વેષને નિશે સચરણથી થાય છે. અને સદાચાર ઇદ્રિના કુશલપણાથી સિદ્ધ થાય છે. વળી ઇન્દ્રિયનું પ્રબલપણું વોવન અવસ્થામાં જ થઈ શકે છે. કારણકે જીને વૃદ્ધ અવસ્થા પ્રાપ્ત થવાથી કેઈપણ સમયે દુવંરજાને લીધે જીર્ણ થયેલી ઈદ્રિ પ્રગુણ થતી નથી. તેમજ બાલ્યાવસ્થામાં કાર્યાકાય વિગેરેના જ્ઞાનથી શૂન્ય એવા પ્રાણીઓને ઈદ્રિયોની પટુતા હોય છે તો પણ સમ્પ્રવૃત્તિ કયાંથી થઈ શકે ? જેવી રીતે અધમ પુરૂષે વન અવસ્થામાં વિષયરૂપી માંસની ઈચ્છા કરે છે તેવી જ રીતે સજજન પુરૂષે યવન અવસ્થામાં જ વિષય સુખથી વિમુખ થઈ મેણ સુખની અભિલાષા કરે છે. હે કુમાર ! આ કારણથી પિતાના કર્મને સંહાર કરવા તું તત્પર થા! અને યુવાન છે, છતાં પણ મિક્ષ સુખ માટે સધર્મમાં ઉઘુક્ત થા ! વળી તે ધર્મ બે પ્રકારને કહે છે. પ્રથમ અત્યંત ઉત્કૃષ્ટ મુનિ ધર્મ અને બીજો શ્રાવક ધર્મ. તેમાંથી મુખ્ય મુનિ ધર્મને પ્રથમ ઉપદેશ મુનિએ તેને આપે, ત્યારબાદ સમ્યકત્વાદિ ગૃહિ ધર્મની વ્યાખ્યા કરી. અસાધારણ એવા મુનિ ધર્મને પાળવાને અશકત હોવાથી કુમારે ગુરૂ પાસે શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી ગુણચંદ્ર, સેમચંદ્ર અને વિલાસવતી સહિત કુમારે બાર પ્રકારનાં વતેને ભાવાર્થ જાણું બીજું ગુણુવ્રત બહુ શ્રદ્ધાપૂર્વક સંકિરણતાથી ગ્રહણ કર્યું. જળ તથા પત્ર વિના બાકીની સચિત્ત વસ્તુને ભેજનમાં તેણે નિયમ કર્યો. તેમજ કર્મથી દરેક પ્રચંડ કર્માદિકનું આચર રણ ન કરવું એવી યાતનાને નિયમ લીધો. અન્ય ભાગમાં અપકવ, દુપકવ અને અસાર લક્ષણને ત્યાગ કર્યો તેમજ સચિત્ત તથા તેના સંબંધવાળા પદાર્થોને શુદ્ધ પરિણામથી ત્યાગ કર્યો. વિગેરે નિયમ લઈ મુનીને વંદન કરી તે ત્યાંથી ચાલતું હતું તેટલામાં ત્યાં એક દેવતાનું જેડલું આવ્યું.
For Private And Personal Use Only