________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
( ૧૮૯ )
*
સ્થાનમાં લઈ જાઉં. પછી મ્હેં કહ્યું કે તમે ખુશીથી જાએ હુતા અહીંજ રહીશ. કારણ કે નૈમિત્તિકે મ્હારા પ્રિય પતિના સમાગમ ને અહીં કહેલા છે. તે સાંભળી કનકચડ હાલ પોતાના સ્થાનમાં ગયા. અને ચારણુ મુનિ પણ આ મલયાચલની ગુફામાં હાલ બીરાજે છે. આ પ્રમાણે મ્હારી સર્વ હકિકત મ્હેં તમને કહી હવે માપની વાર્તો સંભળાવીને મ્હને શાંત કરી. વળી ડે કુમાર! આપ કયા વંશને દીપાવેા છે ! તેમજ મહીં આપનું શા માટે આવવુ થયુ ? અથવા નૈમિત્તિકના કહેવા પ્રમાણે તમ્હારા ચેષ્ટિત ઉપરથી મ્હે. તgને ઓળખ્યા. મ્હારા પ્રાણપ્રિય એવા વિશ્વસેન કુમાર તમેજ છે, માટે પેાતાના હસ્તકમળથી પાણી ગ્રહણુ કરી મ્હારૂં સ ંરક્ષણ કરા. કારણકે જે સમયે ચિંતામણિના ચેોગ થાય તેજ સમય શ્રેષ્ઠ જાણવા. ત્યારબાદ કુમારે સમયેાચિત વિધિ પ્રમાણે તેના બહુ આગ્રહથી તેની સાથે લગ્ન કર્યુ. અહા ? સજ્જન પુરૂષા અન્યની પ્રાથ નાવડે પ્રિય એવા પેાતાના પ્રાણાના પણ ત્યાગ કરે છે. પછી પરિજન સહિત કુમાર પાતે તે કુમારી સાથે મલયાચલની ગુફામાં ગયા અને વિધિપૂર્વક ચારણ મુનિને પ્રણામ કરી હાથ જોડી ઉભા રહ્યા, મુનિએ પણ ઉત્સાહપૂર્વક ધર્મ લાભ આપી સત્કાર કર્યો. પછી કુમાર વિનયપૂર્વક ભૂમિ ઉપર બેઠા, મુનિએ પણ દેશનાના પ્રારંભ કર્યાં. હે કુમાર ! નિર ંતર મરણુ, રાગ, શાક, ભયાદિકથી વ્યાકુલ એવા મા સંસારમાં પ્રાણીઓને ક્ષણ માત્ર પણ સુખ નથી તે શુ તુ નથી જાણતા ! જેથી સ્વેચ્છા પ્રમાણે મર્યાદા રહિત મદોન્મત્ત હસ્તીની માફક તુ વિલાસ કરે છે. આ દુનીયાની અંદર ઉજ્વલ કીર્ત્તિ મેળવ ! તેમજ અયેાગ્ય આચરણના ત્યાગ કર ! કારણકે સ સંગના પરિહાર કરવાથી અનુચિત કાર્ય ના ત્યાગ થાય છે, વળી તે સર્વ સ ંગના ત્યાગ રાગ દ્વેષના અભાવથી સિદ્ધ થાય છે,
For Private And Personal Use Only