________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. ત્યારે બહુ તિરસ્કારપૂર્વક અનેક દુઃખે સહન કરવા પડશે. શું વિષય ભેગવવાથી તૃષ્ણાને ક્ષય થાય ખરે ખારૂં જલ પીવાથી ઉલટી તૃષા વધારે લાગે છે. વળી નીતિપૂર્વક વિષય ભેગવવાથી પણ દુસહ દુઃખ પ્રાપ્ત થાય છે તે અનીતિની તો વાત જ શી ? એમ જાણી ધીર પુરૂષે વિષય ભેગને ત્યાગ કરે છે? અને તું તે અન્યાયથી વિષયની ઈચ્છા કરે છે. વળી આરંભમાં વિષ વૃક્ષના ફલ સમાન વિષયે બહુ પ્રેમથી સુખપૂર્વક ભેગવાય છે પણ પરિણામમાં તેનાથી ભયંકર દુઃખદાયક મહા મેહની પ્રાપ્તિ થાય છે. જેમાં વિદ્વાન પુરૂને જુગાર જઘન્ય અને નિંદનીય ગણાય છે તેમ જીનવચનના જ્ઞાતાઓને વિષય સેવન પણ નિંદનીય છે. પ્રાણીઓ જેમ ઘુતવડે ઘણા કાળથી મેળવેલા વૈભવને ક્ષણમાત્રમાં ગરમાવે છે તેમ વિષયમાં આસક્ત થયેલો પુરૂષ પણ ચિરકાળથી સંપાદન કરેલા સુકૃતને નાશ કરે છે. માટે હે વત્સ? વિચાર કરીને જેમ હને ઉચિત લાગે તેમ કર. પરતુ યાદ રાખજે કે આ દુરાચાર સેવવાથી જન્માંતરમાં હને બહુ દુખ પડશે. દુશ્ચરિત્રથી પ્રગટ થતા દુષ્કર્મથી ઉન્ન થતાં ભાવી દુ:ખથી
ભય પામી તે વિદ્યાધર મુનિને નમસ્કાર વિદ્યાધરને કરી પ્રાર્થના કરવા લાગ્યું કે, હે ભગવન ! પશ્ચાત્તાપ. બહુ સમયથી વિષય સુખના રસમાં હું લુબ્ધ
થર્યો હતે. તેમજ આજ સુધી અહિત કરનાર દારૂણ ઇદ્રિય રૂપી શત્રુઓથી હું ઠગે. વિમૂઢ હૃદયને લીધે ભયંકર આ સંસાર સાગરમાંથી આ૫ મલ્યા હતા તે મહારે ઉદ્ધાર શી રીતે થાત ? એમ કહી તેણે પરસ્ત્રી ગમનને નિયમ લીધે. ત્યાર બાદ તે ઉભે થઈ હારી ક્ષમા માગીને બલ્ય, હે સુભગે! હવે તું મારી બહેન છે. માટે ચાલ હું હુને હારા
For Private And Personal Use Only