________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વસેનની કથા.
(૧૮૭) મહારાથી રહેવાય તેમ નથી. નહીં તે આ બાબતને પણ સર્વ ખુલાસે તને આપત. એ પ્રમાણે નૈમિત્તિકનું વચન સાંભળી તુષ્ટ થઈ તે સખી કુમારીની પાસે ગઈ અને નૈમિત્તિકનું વચન તેને નિવેદન કર્યું. કુમારી બેલી, હે સખી? હવે દિવસ સાત રહ્યા અને વિશ્વસેન કુમાર સાતસો યેાજન દૂર છે, તે નૈમિત્તિકનું વચન કેવી રીતે સત્ય થશે ? આ કાર્ય બનવું ઘણું દુર્ઘટ છે. પરંતુ જે કેવળ દેવ અનુકૂલ હોય તે તે સિદ્ધ થાય. અથવા નૈમિત્તિકની વિખ્યાતિ સારી છે તેથી તેનું વચન સિદ્ધ થશે એમાં કંઈપણ સંદેહ કરવા જેવું નથી. પરંતુ હવે ત્યાં કેવી રીતે જવાશે? એમ સંદેહરૂપી હિંડલામાં આરૂઢ થઈ ગાઢ પ્રેમરૂપી ભારને વહન કરતી અને બહુ ઉત્કંઠાને લીધે રથુલદેહને ધારણ કરી હું ભૂમિ ઉપર આળોટવા લાગી. તેવામાં ત્યાં અપરિચિત એક વિદ્યાધર આવ્યા અને તરત જ મહને હરણ કરી તે અહીં લાવ્યું. પછી આજ સુધી તેણે મારી પ્રાર્થના કરી કે હે સુંદરી
હારી સાથે તું લગ્ન કર. ઉત્તરશ્રેણને અધિપતિ પવનવેગ નામે વિદ્યાધર છે અને કનક ચૂડ નામે હું તેનો પુત્ર વિગેરે વાક્ય તે બોલતા હતે તેટલામાં સાક્ષાત્ રત્નરાશિ હોય ને શું ? એમ. પિતાની કાંતિવડે સૂર્યમંડલને પણ ઉલ્લંઘન કરતા એક મુની ઉત્તર દિશા તરફથી ત્યાં આવ્યા. ઉભાં થઈ અમે બન્ને જણે મુનિ મહારાજના ચરણકમલમાં નમસ્કાર કર્યો. ચારણ મુનિએ ધર્મ લાભ આપી કહ્યું. હે કનકડ! સજનપુરૂષોએ નિંદવા લાયક આ દુરાચાર હું કેમ આરંભે છે? મહારા ભાઈને તું પુત્ર થઈ આ અનુચિત કાર્ય કરતાં હને લાજ આવતી નથી ? વળી હાર કુલમાં કઈપણ વખત કેઈએ કલંકની શંકા પણ કરી નથી. હે વત્સ! હાલમાં ફક્ત હારૂં જ વર્તન વિપરીત દેખાય છે. વળી વિષયમાં રકત થઈ અહીં તું પરસ્ત્રીઓ ભેગવે છે તેથી જરૂર
For Private And Personal Use Only