________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પિતાના પતિનું નામ સ્ત્રીએ ન બેલવું જોઈએ. કારણ કે અન્યત્ર પણ કહ્યું છે કે –
आत्मनामगुरोर्नाम, नामाप्रतिकपणस्य च ।
श्रेयस्कामो न हीया-ज्ज्येष्ठापत्यकलत्रयोः ॥ અર્થ-પિતાનું તથા ગુરૂનું, અતિ કૃપણનું, હેટા પુત્રનું અને પિતાની સ્ત્રીનું નામ કલ્યાણની ઈચ્છાવાળાએ બોલવું નહીં.” આ પ્રમાણે નિષેધ છે છતાં પણ પતિનું નામ બોલવામાં હારી જીભને અમૃત રસનો સ્વાદ મળે છે. કારણ કે પુરૂષનું નામ બલવાથી સર્વ દુઃખ દૂર થાય છે તેથી મહેં નામેચ્ચાર કર્યો છે. વળી તે કુમાર ! ભેગપુર નગરના અધિપતિને પુત્ર વિશ્વસેન કુમાર મહાદાની તેમજ પ્રત્યુપકાર કરવામાં બહુ સમર્થ અને પિતાની પ્રતિજ્ઞા પાળવામાં મહાધીર છેવિગેરે અનેક ગુણ સંપન્ન તે કુમારનું વર્ણન જ્યારે હું પિતનપુર નગરના ઉદ્યાનમાં જૈનમંદિરમાં દર્શન માટે ગઈ હતી ત્યારે હારી આગળ માગધલકાએ કર્યું હતું. વળી બહુ પ્રેમથી હું તેઓને તે સંબંધી પૂછયું પણ તેઓ કંઈપણ બોલ્યા નહીં. ત્યાર બાદ મહારા પિતાએ મહારા વર માટે નૈમિત્તિકને પૂછ્યું. ત્યારે તેણે પણ માગધીના કહ્યા પ્રમાણે તેજ વર કહ્યો. તેથી તે વિશ્વસેન કુમાર ઉપર હારે બહુજ પ્રેમ બંધાયેલ છે. ત્યાર પછી હું હારી સખી પાસે તે નેમિત્તિકને પૂછાવ્યું કે તે કુમારની સાથે કુમારીને મેળાપ ક્યારે અને ક્યાં થશે ? જવાબમાં તેણે જણાવ્યું કે આજથી સાતમે દિવસે મલયાચલ ઉપર તેની સાથે અચિંત્ય સમાગમનું સુખ તેને પ્રાપ્ત થશે. પરંતુ તે પર્વત અહીંથી બહુ દૂર છે અને દિવસ તે થોડા રહ્યા છે. એમ કહી તે આનંદપૂર્વક બે કે, હાલમાં મહારે કઈ કાર્યને લીધે જવાની ઉતાવળ છે. ક્ષણમાત્ર પણ
For Private And Personal Use Only