________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનોરથની કથા.
( ૧૭૩), વખતે વરૂણની આજ્ઞાથી તેના સુભટેએ સ્ત્રીઓ સહિત તેને બાંધી બેડીઓથી કબજે કરી સેનાધિપતિને સોંપી દીધે, એટલે સેનાધિપતિએ પણ પિતાના રાજ્યમાં આરક્ષકજનેને રસ્તા માટે ભાતું આપી બંદોબસ્ત કરી તેને પોતાના રાજા પાસે મોકલાવી દીધો. તેમજ રાજાને ભેટ માટે સપ્તાંગ તેની લક્ષમી પણ તેની સાથેજ મોકલાવી દીધી. અને પોતાના પિતાને પૂજવા માટે સ્ફટિક રત્નમય જીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓ પણ ત્યાં મેકલાવી. ત્યારબાદ તે વૃદ્ધ ભીલ્લના કહેવાથી તેના પુત્રને તે દુર્ગાધિપના સ્થાનમાં સ્થાપન કર્યો અને તે દુર્ગમાં વરૂ પિતાના અધિપતિની આજ્ઞા ફેલાવી. હવે મહેંદ્રસિંહ પોતે શિબિરમાં રહ્યો હતો. ત્યાં એક ભીલ
આવ્યું, તેણે મહેંદ્રસિંહની મુલાકાત લઈ વ્યંતરદેવી. તેને સિદ્ધિદાયક એક કપનું ટિપ્પણ
આપીને કહ્યું કે દુર્ગગિરિ પાસે એક સુરંગ છે. ત્યાં ચાલે હું તમને નિર્વિક્તપણે ત્યાં લઈ જઈશ. પછી, મહેદ્રસિંહ પિતાને પરિવાર ન જાણે તેવી રીતે હાથમાં તે કલ્પનું ટિપ્પણુ લઈ ભલ્લના કહેવા પ્રમાણે તે સુરંગની અંદર તેણે પ્રવેશ કર્યો. તેટલામાં ત્યાં આગળ એક વ્યંતરીનું ભવન, તેણે જોયું. તેની અંદર પ્રથમ ગુણસ્થાને રહેલી એક વ્યંતરી બેઠી હતી. મહેંદ્રસિંહને જોઈ તે બોલી, હે સ્વામિન્ ! અહીં પધારે. મહારી સાથે કીડા કરે. હું વ્યંતર લોકોની વારાંગના છું. મહેંદ્રસિંહ બોલ્યા દેવી સાથે ભેગ ભેગવવાને મન, વચન અને કાયાથી બન્ને પ્રકારે હારે પ્રતિબંધ છે. તે સાંભળી ક્રોધાતુર થઈ વ્યંતરી બેલી જે મહારી સાથે તું કીડા નહીં કરે તે ત્યારે અહીં આવવાનું શું કારણ? મહેન્દ્રસિંહ બોલ્યા, માત્ર કૌતુકને લીધે જ હું અહીંયા આવ્યો છું. માટે કંઈપણ
For Private And Personal Use Only