________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
સુભટને ક્ષણમાં હજાર ખાણા વડે એકલાજ પરાજિત કરે છે. આ ચતુરાઇ અને વીરતા જોઇ તેને પેાતાની સાથે જમાઇ તરીકે પસંદ કરી લઈ જાય છે. ને જોશીના કથનાનુસાર સાતમે દિવસે લગ્ન નક્કી કરે છે.
પ્રતિહારે એક વૈશ્ય વિજ્ઞાન શાસ્ત્રીને મહા પરિશ્રમે શોધી કહાડી તેના બનાવેલા અદ્દભુત કારીગરીવાળા રથમાં બેસી તે સૂત્રધારને પેાતાના સ્થળે જવા સૂચવતાં તે સૂત્રધાર તે યત્રાવાળા રથને આકાશમાર્ગે ભમાવી કીલિકાપ્રયાગવડે ધરણીતિલક રાજા પાસે લઈ ગયા. ત્યાં તેની તે કુમારીની મુલાકાત થઇ તે કુમારીએ તેને પસંદ કર્યાં ને તે સૂત્રધાર ત્યાંજ રહ્યો.
સ્થગિધરે ભ્રમણ કરતાં એક ત્રિકાળદર્શી સુદર્શન નામે ઉત્તમ નૈમિત્તિકને શોધી કાઢયો અને પોતેજ ત્યાં આવી તેણે સાતમે દિવસે લગ્ન નિધાર્યું. હવે સુભટ-રથકાર તે નૈમિત્તિક એ ત્રણે કુમારીના ઉમેદવાર થયા.
એટલામાં કાઇક તે તિલાત્તમા કુમારીને હરી ગયા. રાજાએ નિમિતીઆને પુછતાં તેણે બતાવેલ સ્થળે રથકારના રચની મદદવડે તે સુભટ વિંધ્યાટવીમાં ગયા તે ત્યાં એક પુરૂષ તે કન્યાને મધુર વચને વિનવતા જોયા, તેને આવાહન કરી હરાવી કન્યાને રાજા પાસે લાવવામાં આવે છે અને તે ત્રણે જણ કન્યાને પરણવા પરસ્પર લઢે છે. અંતે સૌએ પોતપાતાના પ્રભાવથી કન્યાને લાવવામાં કરેલી મદદ જણાવી પણ આખરે સુભટને તે કન્યા વરી ને બીજા એ વિલખા થઇ પાછા ફર્યાં.
આમાં પૂર્વકાલીન કળાના આદર્શ આપણી સમક્ષ રજુ થાય છે. એકજ માણસ હજાર બાણુ સામટાં છોડી દુશ્મનને પરાજીત કરી શકે એ મળ–કળનું અદ્દભુત દર્શન અહીં થાય છે. સૂત્રધાર યત્રોદ્રારા ગ્ધ બનાવી આકાશમાં ઉડાવી નિમેષમાત્રમાં ઇચ્છેલ ઠેકાણે પહેાંચે. એકલા કારીગરીને આદર્શ તથા નૈમિત્તિક જ્ઞાનથી કાણ કયાં હરશે તેની ખબર મેળવી તે કામે લગાડી શકાય એ જ્ઞાનની વિશિષ્ટતા !
હવે રથકાર કુમારીને પામી ન શકવાથી પોતાનાં સ્વજન, સ ંપત્તિ, ધન, પરિજન કે વિજ્ઞાનને અફળ માનતા જિવત પરિત્યાગ કરવા ઉંચા પર્વતના શિખર પર જતાં ત્યાં ધ્યાનસ્થ મુનેિને જોતાં તેમની પાસે જઇ વંદન કરી બેસતાં મુનિએ પુછતાં સર્વ વૃતાંત તેમને સંભળાવી દે છે.
For Private And Personal Use Only