________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
પરિમાણાતિકમાતિચાર પર દેશળ શ્રાવકની કથા સંભળાવે છે તથા ચતુર્થ દ્વિપદ ચતુષ્પદ પરિમાણાતિ કમાતિચાર પર દુર્લભ ગેપની કથા વિસ્તારથી વર્ણવે છે. પંચમ કય પરિમાણતિકભાતિચાર (એટલે પિતાના મૂળ નિયમથી અધિક થઈ ગયેલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરવી તે) ઉપર માનદેવની કથા કહી બતાવે છે. અહીં પાંચે અતિચારનું સ્વરૂપ પૂર્ણ થાય છે. આ કથાઓમાં આડ કથાઓ પણ રસમાં વૃદ્ધિ કરી ઉપદેશને વધુ રસાળ ને દ્રઢ કરે છે. - છઠ્ઠા દિગપરિમાણવ્રત ( જે શ્રાવક ઉચી નીચી અને તિર્યફ દિશા સંબંધી ગમનાગમનથી જન સંખ્યાનું પ્રમાણુ કરે છે તે ચૌદ રજજુ પ્રમાણ ક્યાં રહેલા જીવોને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે) ઉપર મનોરથ વણિકની કથા કહે છે.
આમાં સુધન શ્રેષ્ટિની મહિમા પત્નીથી ઉત્પન્ન થયેલા મેઘરથ અને મનોરથ નામે બે પુત્રો એકદા આમ્રવનમાં ક્રીડાથે જતા હતા ત્યાં મહા પ્રભાવિક મુનીંદ્રને જોતાં જ તેમને નમી તેઓએ આવા ભર યૌવનમાં કાં દીક્ષા લીધી એમ પુછતાં વૈરાગ્ય ઉપરાંત એક રાજકન્યા પણ મારા વૈરાગ્યને હેતુભુત છે એ જણાવતાં તેનું ચરિત્ર પણ તેઓ પૂછે છે. ને મુનિ પિતાનું જીવન વૃત્તાંત ઉપકાર દૃષ્ટિએ કહે છે.
ધરણી તિલક નગરના રાજા મહેશ્વરની તિલોત્તમા નામની અતિ સુન્દરને જ્ઞાની પુત્રીને રાજા પ્રશ્ન કરે છે–પુરી ! ત્યારે ભર્તા કોણ થશે ? તેના જવાબમાં તે રાજકન્યા પિતાને ભર્તા સુભટ, નૈમિત્તિક અથવા વિજ્ઞાનવેત્તા થશે એમ જણાવે છે. આ પરથી તસમયની લલનાઓની શુરવીરતાપરની પ્રીતિ, નૈમિત્તિક જ્ઞાન તથા વિજ્ઞાન પરની ભક્તિ આસક્તિ પ્રકટ જણાય છે. આજની શુષ્ક કેળવણું અને તે સમયના જ્ઞાનમાં આસ્માન જમાનના ફરક આ પરથી અવબોધાય છેજ.
હવે રાજા તેવા કોઈ ગુણે વિભૂષિત વીર, નૈમિત્તિક કે વિજ્ઞાન શાસ્ત્રીને જામાતૃ તરીકે શોધી લાવવા અનુચરો પાઠવે છે. ને જુદે જુદે સ્થળે તપાસ કરવા મંત્રી પ્રતિહાર આદિ નીકળી પડે છે મંત્રીને એક શૂરવીર નર મળે છે જે પિતાનું અદભુત વીરત્વ મંત્રીને બતાવવા મંત્રીના હજાર
For Private And Personal Use Only