________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મને રથની કથા.
(૧૫૭) ભેજીની માફક એકદમ અચેતન થઈ પૃથ્વી પર પડી જાય છે. વળી જ્યાં અનેક રાજકો પણ આવેલા છે ત્યાં આગળ કિંચિત ગુણવાન એવા હારા જેવા વાણીયાની શી ગણતરી? તેમજ અન્યત્ર પણ કહ્યું છે કે
यस्य वजमणेर्मेदे, विद्यन्ते लोहसूचयः । करोतु तत्र किं नाम, नारीनखविलेखनम् ॥
અર્થ–“જે વમણિને વિંધવામાં લોઢાની સો પણ ભાંગી જાય છે તે વજામણિને સ્ત્રીના નખ શી રીતે વિંધી શકે?” માટે હે વત્સ? સાહસ કાર્યમાં પોતાનું જીવિત તું શા માટે વિનાશ કરે છે? મહારૂં કહેવું માની છાને માને બેસી રહે. એમ સાંભળી મરથ બે હે શેઠજી? આપનું કહેવું સત્ય છે. એમાં કોઈ પ્રકારનો સંદેહ નથી. પરંતુ આ સર્વ લેકે બહુ દુઃખી થયેલા છે. તેઓની સ્થિતિ જોઈ હને દયા આવે છે. વળી સત્પર પપકારને માટે પિતાના જીવિતને પણ તૃણ સમાન ગણે છે. જીવિત અને લક્ષમી કેને ઈષ્ટ ન હોય ? છતાં સમય ઉપર તે બને તૃણથી પણ હલકાં થઈ પડે છે. વળી આજે પાછલી રાત્રીએ મહને સ્વમ આવ્યું હતું. તે ઉપરથી હું મહારા આત્માનું સર્વથા કુશલપણું જોઉ છું. એ પ્રમાણેનું મનોરથનું વચન માન્ય કરી મહેંદ્રસિંહ તેને રાજા પાસે લઈ ગયે અને તેની શક્તિ કહી બતાવી. ત્યારબાદ રાજા કુમારને સજીવન કરવા માટે તેની પાસે લઈ ગયે. ત્યાં જતી વખતે મનેરશે પણ નધિકીને ઉપચાર કરી પંચપરમેષ્ઠીના સ્તંત્રને પ્રારંભ કર્યો જેમકે–પ્રચંડ મેહરૂપી મલને ભેદવામાં કુશલ, આઠ મહાપ્રતીહાર્યવડે વિભૂષિત અને ભવ્ય જનરૂપી કમલેના પ્રતિબંધક એવા સર્વ જીને ભગવાનને નમસ્કાર સિદ્ધિ સુખમાં મગ્ન થએલા, દર્શન અને ઉત્તમ જ્ઞાનરૂપી તેજવડે વિરાજીત અને ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પામેલા સર્વે સિદ્ધ પરમાત્માઓને વારંવાર નમસ્કાર. તેમજ
For Private And Personal Use Only