________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
(૧પર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, માટે તું પણ મુનિ ધર્મને સ્વીકાર કર. આ પ્રમાણે મુનીના મુખારવિદથી ઉપદેશ સાંભળી તેણે તે પ્રમાણે મુનિ ધર્મને સ્વીકાર કર્યો. તેજ હું પોતે છું. એ પ્રમાણે સુનીંદ્રનું વચન સાંભળી મેઘરથ બોલે હે મુ
નલ? હંમેશાં જીવોને સેંકડો આવા હેતુઓ મેઘરથ. આવી મળે છે. તેમાં કેટલાક આ પ્રમાણે
પણ કરે છે. માટે કૃપા કરી હુને પણ હારા લાયક ધર્મનો ઉપદેશ આપે. જેથી હું પણ સમ્યગ પ્રકારે તે ધર્મને સ્વીકાર કરીશ. ગુરૂએ તેમને હિતકારી એ સમ્યકત્તા દિક શ્રાવક ધર્મને ઉપદેશ આપે. તેમાં પણ દિવ્રતને વિશેષ ઉત્તમ જાણી વિસ્તાર પૂર્વક તે કહ્યું. તપાવેલા લોઢાના ગેળા સમાન અતિ દારૂણ, વળી પરિણુમથી નહીં વિરામ પામેલે અને દિગગમનને જેણે નિયમ નથી કર્યો એ પ્રમાદી જીવ સર્વત્ર કયું પાપ નથી બાંધતો? દિગ્ગમનનું પરિમાણ ગ્રહણ કરવાથી નિરં તર નિયમ પૂર્વક સુવિશુદ્ધ જીવદયાને પરિણામ સિદ્ધ થાય છે. અને તેવા ભાવથી હમેશાં અહિંસા ધર્મ પ્રાપ્ત થાય છે. વળી તેથી અવશ્ય નિર્જરા થાય છે. માટે આ દિવ્રત ગ્રહણ કરવા લાયક છે. તેમજ આ પ્રમાણે ચિંતવવું કે જેઓ નિરંતર આર. ભના ત્યાગી છે. તેવા સાધુઓને નમસ્કાર થાઓ. વળી જેઓ સ્વજનાદિકને ત્યાગ કરી ગામ નગરાદિકથી વિભૂષિત એવી પૃથ્વી ઉપર વિહાર કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેમજ ઈર્યાદિક સમિતિઓ પાલવામાં તત્પર થઈ વિધિ પૂર્વક વિહાર કરતા મુનિએ ભુવન લક્ષમીના હાર સમાન જાણવા અને તેને વારંવાર નમસ્કાર છે. આ પ્રમાણે મુનિને ઉપદેશ સાંભળી તેઓએ પણ ગૃહસ્થાશ્ર. મમાં સારભૂત એ સમ્યકજ્વાદિ જૈન ધર્મને વિશેષે કરી સ્વીકર કર્યો અને સંક્ષેપથી દિવ્રત પણ સમ્યગ પ્રકારે ગ્રહણ કર્યું.
For Private And Personal Use Only