________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનેરિયની કથા.
(૧૪૭) પદાસન વાળી બેઠેલા, વળી તપશ્ચર્યરૂપી સૂર્યના તાપથી તપી ગયું છે શરીર જેમનું એવા અને દુઃખે ધારણ કરવા લાયક ચારિત્રભારને વહન કરવામાં ધુરંધર સમાન તેમજ દુષ્ટ એવાં આઠ કર્મ રૂપી શત્રુઓને મર્દન કરવામાં વ્હોટા મલ્લ જેવા, અત્યંત શ્યામ કાંતિને લીધે મેઘની ઉપમાને વહન કરતા, તેમજ મેલને ધારણ કરતા, નાસિકાના અગ્ર ભાગમાં છે દષ્ટિ જેમની, મનથી પણ વ્રત ભંગની પ્રાર્થના નહીં કરનાર, અનેક ઉપસર્ગોને જીતવામાં સમર્થ છે દેહ જેમને, બાવીશ પરિષહાના હેટા મંદિર સમાન, શુદ્ધ ભક્તિના સારભૂત અને સંસારરૂપી મહાસાગરને પાર પામેલા એવા એક મુનીંદ્ર તેમના જેવામાં આવ્યા. અને તરતજ તે બન્ને જણે તેમને વંદન કર્યું. ત્યારબાદ સજજનેને આનંદદાયક એવા શ્રેષ્ઠીના મહેટા પુત્રે પ્રશ્ન કર્યો કે હે મુનીંદ્ર! ઉત્તમ અને તેજસ્વી એવા આ ભર દૈવનમાં આપે શા માટે દીક્ષા લીધી છે? વળી હે પ્રભો! જે આપના ધ્યાનમાં વિન ન થાય અને તેથી જે ગુણ થતા હોય તે કૃપા કરી મહારા પ્રશ્નને ઉત્તર વિલંબરહિત કહો. ઉજવલ દાંતની પંક્તિવડે અધરેકને દીપાવતા એવા મુનિ મહારાજ મધુર સ્વરે બોલ્યા-કમલપત્ર ઉપર રહેલા જલબિંદુ સમાન ચંચલ એવું ધન, યાવન, જીવિત અને મિત્રબલ વિગેરે સર્વ વસ્તુ પણ વ્રત ગ્રહણ કરવામાં કારણભૂત છે; પરંતુ હારે વ્રત ગ્રહણ કરવામાં હેતુભૂત તે એક રાજકન્યા થયેલી છે, તે સાંભળી સાવધાન ચિત્ત વણિક પુત્ર છે કે તે રાજકન્યાને તમારા વૈરાગ્યનો હેતુ થવાનું શું કારણ? મુનિએ વૈરાગ્યનું કારણ કહેવાને પ્રારંભ કર્યો. આ ભરત
ક્ષેત્રમાં વિખ્યાત અને સર્વ સંપદાઓથી વૈરાગ્યકારણુ. ભરપુર ધરણતિલક નામે નગર છે. તેમાં
રૂપવડે સુરેંદ્ર સમાન અને દાન કર્યાદિક
For Private And Personal Use Only