________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. रित्रस्य श्रीसकलसूरिपुरन्दरायमाणपरमगुरुतपागच्छाधिराजशास्त्रविशारदजैनाचार्ययोगनिष्ठाध्यात्मज्ञानदिवाकर श्रीमबुद्धिसागरसूरिशिष्यप्रसिद्धवक्तेति लब्धख्याति, व्याख्यानकोविद जैनाचार्य श्रीमद अजितसागरगणिकृतगुर्जरभाषानुवादे प्रभुदेशनाप्रबन्धे सदृष्टान्तातीचारव्याख्योपेतं पंचमाणुव्रतं समाप्तम् ॥
–ાગ – मनोरथवणिकनी कथा.
દિકપરિમાણવ્રત. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો કે હે ભગવનું છઠું દિગ્વિરમણ વ્રત કહ્યું છે તેનું લક્ષણ અતીચાર સહિત સંભળાવી અમને કુતાર્થ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા હે રાજન ? જે શ્રાવક ઉંચી નીચી અને તિર્ય દિશા સંબંધી ગમન કરવામાં જન સંખ્યાનું પ્રમાણ કરે છે, તે દરજજુ પ્રમાણ લેકમાં રહેલા જીને અભયદાન આપવામાં હેતુભૂત થાય છે. કારણકે આ લોકમાં વિરતિ વિનાના છો તપાવેલા લેઢાના ગેળા સમાન રહેલા છે. માટે દિગગમનનું પ્રમાણ કરનાર પ્રાણું મને રથની માફક આત્મહિત સાધે છે. જેમકે-ધન્યપુર નામે નગર છે, તેમાં ધન ધાન્યથી વૃદ્ધિ પામેલા ઘણું વણિક જ વસતા હતા. તેઓમાં સુધન નામે એક મુખ્ય માટે શ્રેષ્ઠી હતે. અને બહુ કાર્નિવડે પ્રસિદ્ધ થએલી મહિમા નામે તેની સ્ત્રી હતી. તેઓને મેઘરથ અને મરથ નામે વિનયવંત બે પુત્ર હતા. તેઓ હમેશાં ઉદ્યાન, સરેવર અને નદી વિગેરે સ્થાનમાં વિલાસ કરતા હતા. એક દિવસ તેઓ આવનમાં ગયા. ત્યાં લતામંડપમાં
For Private And Personal Use Only