________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનદેવની કથા.
(૧૪૩) પણ આપે તેવું કઈ બીજું માણસ નથી. વળી તેઓ વૃદ્ધ અવસ્થા હોવાથી અશક્તિ અને વ્યાધીને લીધે દીન અવસ્થામાં આવી પડ્યાં છે. તેથી હારા વિરહને લીધે તેઓ જીવિ શકે તેમ નથી. તે હવે હારે શું કરવું ? ત્રીદંડીએ કહ્યું હે વત્સ ! જે. એવી અડચણ હોય તે વાંકુશ નામની એક ઉત્તમ વિદ્યા હું હને આપું છું તે લઈ તું ઘેર જા અને માત્ર આ વિદ્યાના સ્મરણથી હમેશાં હને પાંચ પલ રૂપ્રાપ્ત થશે. માટે સર્વ ઉપાય પડતા મૂકી આ ઉપાય ત્યારે જલદી કરવો, જેથી તું સુખી થઈશ એમ કહી તે ગીશ્વર અદ્રશ્ય થઈ ગયે. માનદેવ વિદ્યા લઈ પિતાને ઘેર ગયે. રાત્રીએ વિધિપૂર્વક
- વિદ્યાનું સ્મરણ કરી સુઈ ગયે. પછી તે વિધાને ચમત્કાર. વિદ્યાદેવીએ પણ પ્રસન્ન થઈ તેના ઓશીકા
નીચે પાંચ પલ રૂપે મુકયું. પ્રભાતકાળમાં પોતે જાગ્રત થયે અને ઓશીકા નીચેથી તે રૂપું લઈ બહુ ખુશી થયે. હમેશાં એ પ્રમાણે રૂપું મળવાથી બહુ પૈસાદાર થઈ ગયે. અને ઘર વિગેરે ખરીદ કર્યો. તેમજ ધર્મમાર્ગમાં પણ કંઈક વાપરવા લાગ્યો. વળી રૂપાનાં વાસણ પણ ઘડાવવા લાગ્યો. તે જોઈ તેના પિતાએ પૂછયું હે વત્સ ! હારા ઘરમાં આ રૂપાનાં વાસણ કયાંથી આવ્યાં? મૂળ દ્રવ્ય તે હારી પાસે કંઈપણ હતું નહીં છતાં આટલું દ્રવ્ય હું કયાંથી મેળવ્યું ? ત્યારે માનદેવે પિતાનું સર્વ વૃત્તાંત કહી બતાવ્યું. એટલે શેઠ બહુ ખુશી થયા. પછી પિતે તપાસ કરવા લાગ્યા અને પિતાના નિયમથી અધિક સંખ્યાવાળાં પાત્ર જોઈ વિરતિવ્રતની વિરાધનાથી ભય પામી તે બેભે આપણે બન્ને જણે દશ વાસણ રાખવાને નિયમ લીધો છે. છતાં પાત્ર વધારે દેખાય છે. તે વાત માનદેવે કબુલ કરી ને નિયમથી અધિક વાસણ હતાં તે ભાંગી નાખી દશની
For Private And Personal Use Only