________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શાનદેવની કથા.
(૧૪૧) ચારનું સ્વરૂપ અમને સંભળાવે. શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા છે. નરેંદ્ર! જે પુરૂષ પિતાના મૂળ નિયમથી અધિક થઈ ગએલી પાત્રાદિક વસ્તુઓ ભાંગીને ફરીથી તેટલી સંખ્યા પૂર્ણ કરે છે તે માનદેવની માફક વિરતિવ્રતની વિરાધના કરે છે. ગાંધીના હાટની માફક સુગંધી દ્રવ્યથી ભરપૂર શાલિગ્રામ
નામે નગર છે. તેમાં અમૃત કલશ નામે માનદેવદૃષ્ટાંત. સુપ્રસિદ્ધ શ્રેણી છે અને જનદેવી નામે તેની
સ્ત્રી છે. વળી તેઓને માનદેવ નામે એક પુત્ર છે. તે સર્વ કળાઓમાં કુશલ છે, છતાં પણ દરિદ્રતાને લીધે બહુ ખેદાતુર થઈ પરિમણ કરે છે. એક દિવસ પોતાના પિતા સાથે મુનિ મહારાજ પાસે ગયો. મુનિને વંદન કરી દેશના સાંભળવા માટે બેઠે. મુનિએ દેશનાનો પ્રારંભ કર્યો. આ દુનીયામાં મનુષ્ય ભવ પામી સદ્ધર્મની સેવા કરવા. વળી તે ધર્મ સેવન પણ સતેષથીજ ઉત્તમ પ્રકારે થાય છે. તે સંતેષ તૃષ્ણને ત્યાગ કરવાથી થાય છે. તૃણુને ત્યાગ વિવેકથી થાય છે. વિવેક પણ સદગુરૂના વચનથી પ્રગટ થાય છે. માટે બુદ્ધિમાન પુરૂષે શુદ્ધ ચિત્તથી ગુરૂ મહારાજનાં વચન સાંભળવામાં નિરંતર સાવધાન રહેવું. કારણ કે સંતેષજ મેક્ષનું મુખ્ય સાધન છે. તેમજ આ લોકના સુખનું મૂળ કારણ પણ તે સંતેષ જ છે. અન્યત્ર પણ કહ્યું છે કે
संतोषैश्वर्य सुखीनां, दुरे दुःखसमुच्छ्रयाः । लोभाशाबद्धचित्ताना-मपमानः पदे पदे ॥
અર્થ:–“સંતેષરૂપી સમૃદ્ધિ વડે સુખ માનનાર પ્રાણીઓનાં દુઃખ દૂર ચાલ્યા જાય છે. તેમજ લોભ તૃષ્ણથી બંધાયેલા પ્રાણીએનું દરેક સ્થાને અપમાન થાય છે.” વળી આ દુનીયાની અંદર બીજાઓને જીતવાની ઈચ્છાવાળું જે પ્રાણિઓનું હૃદય હોય છે તે
For Private And Personal Use Only