________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. જણે પરિગ્રહ વિરતિવ્રત ગ્રહણ કર્યું હતું, ગંધવને છતાં પ્રમાદવશ થઈ મહે તે વ્રતને કલંકિત પશ્ચાત્તાપ. કર્યું. બહુ ખેદની વાત છે કે ચિંતામણિ
સમાન વિરતિ વ્રતમાં કલંક લગાડીને નિભગી જનેમાં શિરોમણિ સમાન એવા મહે કેટી ધનને બદલે કેડી ખરીદી. વળી સંતોષરૂપી અમૃતનું પાન કરીને દુર્ભાગ્યને લીધે હું તેને વમી નાખ્યું. કારણ કે વિરતિ વ્રત ગ્રહણ કરી મૂઢ બુદ્ધિથી મહેં તેને કલંકિત કર્યું. વળી આ દેવ અપ્સરાઓ સાથે જે કીડા કરે એંતે તેના પરિગ્રહ વિરતિ વ્રતના પાલવાનું ફિલ છે. વળી હું પ્રલા૫પૂર્વક પ્રાર્થના કરું છું તો પણ આ અસરાએ મને ઉત્તર પણ આપતી નથી. એમ સાંભળી રાજાનાં હૃદયમાં વૈરાગ્યથી શુભ ભાવના પ્રગટ થઈ. તેથી સૂરિ મહારાજની પાસે તેમણે સમ્યકત્વાદિ ધર્મને સ્વીકાર કર્યો. બન્ને દેવો પણ ગુરૂ મહારાજના ચરણ કમલમાં નમસ્કાર કરી પોતાના સ્થાનમાં ગયા. ત્યાર બાદ પોતાના વિહારને કહ૫ પૂર્ણ થવાથી ગુરૂએ પણ અન્યસ્થલે વિહાર કર્યો. માટે હે જીજ્ઞાસુ પુરૂ ! જેમ વલભરાજે નિષ્કલંક વિરતિ વ્રત પાળ્યું તેમ અન્ય લેકેએ પણ પ્રયત્ન પૂર્વક વ્રત પાલન કરવું. इति परिग्रहपरिमाणव्रतेचतुर्थातिचारे दुलभराज
कथानकं समाप्तम् ।।
मानदेवश्रेष्ठीनीकथा. પંચમધ્યપરિમાણતિકમાતિચાર. દાનવીર્ય રાજા બે હે જગદગુરૂ! હવે પાંચમા અતી
For Private And Personal Use Only