________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૮)
શ્રીસુપાર્શ્વના ચરિત્ર. યમપલ્લીમાં ગયા. ત્યાં તે બન્ને જણ ધર્મોપદેશ. અમારી પાસે આવ્યા. અને વંદન કરી
પૃથ્વી ઉપર બેઠા. ત્યારબાદ અમેએ તેમને ઉપદેશ આપે, રે રે ! મહાન દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામી હંમેશાં તમારે ધર્મમાં ઉક્ત થવું જોઈએ. ત્યારબાદ નમસ્કાર કરી તેઓ પણ બોલ્યા કે અમે અમારા ધર્મમાં ઉઘુત થઈ હમેશાં મૃગાદિક પશુઓને વધ કરી નિર્વાહ કરીએ છીએ. પછી અમે તેમને પ્રતિબંધ આપે કે પશુઓની હિંસા કરવી તમને ઉચિત નથી, તેમજ તે સત્ય ધર્મ ગણાય નહિ, કારણ કે આ જીવિત જલબિંદુ સમાન ચંચલ છે. લક્ષ્મી વિલાસ વિજળીના પ્રકાશ સમાન અસ્થિર છે. સ્વજન સંગ પવનથી કંપાયમાન કમલપત્ર પર રહેલા જલ સમાન ચંચલ છે. સ્નેહ પણ મદમસ્ત કામિનીના કટાક્ષની માફક ક્ષણિક છે. વન અવસ્થાનો વિલાસ યુવતીઓના હૃદયની વૃત્તિ સમાન બહુ ચપલ હોય છે. માટે તમ્હારે જૈનધર્મનું આચરણ કરવું તેજ ઉચિત છે. વળી તે જૈનધર્મનું મૂલ સમ્યકત્વ કહેલું છે. માટે વિશેષ પ્રકારે સમ્યકત્વ ગ્રહણ કરી અનેં કથિત શુદ્ધ ધર્મનું તમે સેવન કરો. આ પ્રમાણેને અમારે ઉપદેશ સાંભળી તેઓ વંદન કરી ફરીથી બાલ્યા. હે ભગવન? અમને જૈન ધર્મને ઉપદેશ આપે, મુનિએ પણ બન્ને પ્રકારનો ધર્મ કહ્યો. તેમાંના પ્રથમ મુનિ ધર્મ પાળવામાં અશકત હોવાથી તેઓએ બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો. ત્યારબાદ અમે એ પણ ત્યાંથી અન્ય સ્થળે વિહાર કર્યો. દુર્લભ અને વલભ બન્ને જણ વિધિ પ્રમાણે જૈનધર્મની
આરાધના કરતા હતા. તેવામાં તેઓને ધર્મનો પ્રભાવ, કઈક સમયે પાંચમા વ્રતમાં મહા સંકટ
આવી પડયું. એટલે સંકિર્ણતા આવી પડી;
For Private And Personal Use Only