________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. લેકે હર્ષ ભર્યા કયાં જાય છે? ઇંદ્ર, નાગેંદ્ર કે કાર્તિક વામીને મહોત્સવ આજે હોય તેમ દેખાય છે ! કારણકે લેકે બહુ ઉમંગથી શણગાર સજી ચાલ્યા જાય છે. પછી સેવક બલ્ય, રાજાધિરાજ ! આજે પૂર્વ દિશાના ઉદ્યાનમાં ચાર જ્ઞાનના ધારક જ્ઞાનસાગરસૂરિ પધાર્યા છે. તેમને વાંદવા માટે આ લેકે જાય છે. તે સાંભળી રાજા પણ પિતે તત્કાલ સજજ થઈ સર્વ રૂદ્ધિ સહિત ત્યાં જઈ વિનયપૂર્વક સૂરિશ્વરને વંદન કરી જૈનધર્મની વ્યાખ્યા સાંભળતું હતું, તેટલામાં અકસ્માત્ ત્યાં એક દેવનું જેડલું આવ્યું. તેમાંથી એક દેવે અપ્સરાઓ પાસે સંગીતનો પ્રારંભ કરાવ્યો. અને બીજે દેવ મને હર શબ્દવડે સુવર્ણ શૃંગ ( શરણાઈ) ને વગાડતે છો જેઓના કંઠમાં ઉત્તમ મતીયોના હાર દી૫તા હતા, શરીરે સુંદર વસ્ત્રો પહેરેલાં હતાં અને જેમના પુષ્ટ અને ઉત્તમ સ્તનમંડલ ઘણાં શેભાયમાન દેખાતાં હતાં એવી ગોવાલણી એની પાસે નૃત્યની શરૂઆત કરાવી. તેમજ તેઓ બહુ હાવભાવ અને અભિનય બતાવતી હતી. વળી તેઓના હૃદયમાં બહુ ગુરૂભક્તિ દેખાતી હતી. મધ્યમાં છના ઉચ્ચાર કરતી હતી, તેમજ જીનેંદ્ર ભગવાનની સ્તુતિ કરતી હતી, કે જેમણે મણિસુવર્ણ વિગેરે ધનને સર્વથા ત્યાગ કર્યો છે, જેમના ચરણ કમલમાં સુરેન્દ્રો તથા નરે નમન કરે છે. સાતનય સહિત સમ્યકયુક્તિવડે ઉત્તમ સૂત્રેની વ્યાખ્યા આપવામાં બહુ કુશલ, તેમજ પોતાના વચનામૃતવડે દેવનઈંદ્રાદિક સર્વ પ્રાણીઓને સંતોષ આપનાર, મનુષ્યના હૃદયરૂપી માનસરોવરમાં ઉજવલ હંસ સમાન, શ્રેષ્ઠ એવા જ્ઞાન રૂપી મહાસાગરના પારગામી, ગર્વ રહિત સર્વ સમાદિ ગુણેના આધારભૂત, ગુણ સંપદાવડે વિભૂષિત, નિર્મળ બુદ્ધિના ધારક, ઉજાત તથા સ્થિરતા ગુણમાં મેરૂ સમાન, યુગ પ્રમાણુ અવલોકન
For Private And Personal Use Only