________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભુતકાળના ગત વૈભવો અને જૈનધર્મ પ્રચારની સ્થિતિ પ્રતિપાદન કરે છે. બહુ ધનાઢય એવા સેનશ્રેષ્ટિની કમલની માલા સમાન સર્વ ગુણ સંપન્ન એવી કુવલયમાલા નામે પત્ની છે. આ નામ કેવું સુન્દર છે? તેમને ત્રણ પુત્રો હરિ, હર, બ્રહ્મા. તેઓ સુવર્ણ સમાન કાંતિવાળા, સર્વ કલાઓના પારગામી અને નીતિશાસ્ત્રના નિધાન રૂપ હતા. તંદુરસ્ત અને ખાનદાન ઓલાદનાં સંતાનની કાંતિ સુવર્ણ સમાન હોય, સર્વ કલાઓના પારગામી ? (બી. એ. એલ, એલ, બી કે એમ એ થાય તેજ વિદ્વાન અગર કલાધરે ગણતા આ જમાનામાં કલાધરે ૬૪ કે ૭૨ કલાઓના પારગામી હશે ?) અને નીતિશાસ્ત્રના નિધાન હોય એમાં શી નવાઈ ?
આ કથામાં સેન શ્રેષ્ટિની વ્રત પ્રતિપાલનની તિવ્ર અભિલાષા પૂર્વકની પ્રવૃત્તિ નિસ્વાર્થ અને સંતોષવૃત્તિ, તથા વ્યંતર હોય છતાં રાજપ્રતિ વફાદારી અનુકરણીય છે. આમાં સેન શ્રેષ્ટિ રાજાની મદદથી રાજાનું તથા વ્યંતરની મદદથી પોતે મેળવેલું અનર્ગળ દ્રવ્ય સાતે ક્ષેત્રોમાં વાપરી દીક્ષા લઈ કર્મ ખપાવી અને તે સિદ્ધિપદ વરે છે. સંતોષ રૂપી રસાયનનું પાન એ આદર્શ આ કથામાં છે,
તત્પશ્ચાત પ્રભુ દાનવીર્ય રાજાને તેમની અતિ વિનીત વિનતીથી પ્રથમૂ ક્ષેત્ર વસ્તુ પરિમાણતિકમાતિચાર પર નવઘન શેઠની સુન્દર કથા વિસ્તારથી કહે છે.
દ્વિતીય રૌણ સુવર્ણ પરિમાણુતિક્રમાતિચાર પર ભરતશ્રેષ્ઠિની કથા બહુજ સુંદર રીતે સંભળાવી છે. જે પુરૂષ નરેંદ્રાદિકની હાય મેળવીને પરિગૃહીત નિયમથી વધારે દ્રવ્ય મેળવીને પછી તે દ્રવ્ય પિતાના મિત્ર વિગેરેને વહેંચી આપે છે તે દ્રવ્ય વિરતિનું વૃત ખંડન કરે છે. આ ઉપર ભરત શ્રેષ્ઠિની કથા અતિશય મનન શીલ છે આદરણીય છે.
ધાબેટ નગરના માનવરાજ નામના પતિના રાજ્યમાં શંખશ્રેષ્ટિને ક્ષેમિકા નામ પત્ની તથા ભરત અને રત્ન નામે બે પુત્રો હતા. સૌ કુટુંબ સંપીલું અને પરસ્પર સ્નેહભાવથી વર્તનાર હતું.
ઉદ્યાનમાં વિજયસૂરિ ગણિ ચાર શાન સહિત ક્ષમાના સાગર સમાન પધારેલા. ત્યાં ક્રિડા અર્થે ગયેલા બેઉ બંધુઓએ તેમને જોયા-ભક્તિપૂર્વક
For Private And Personal Use Only