________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર પૂછવાથી તે બે માંડલિક રાજાઓ પાસે પંદર લાખ રૂપીઆ માગતા નીકળે છે. પછી લઘુ પુત્રની પાસે રત્નનો કલશ ત્યાં મંગાવ્યો અને રાજાએ ઝવેરીઓને કહ્યું કે આ રત્નાની કિંમત કરે. જેથી તેઓએ રાની કિંમત પંદર લાખ કરી. એ પ્રમાણે ચારે પુત્રના ભાગમાં હાથી તથા ધાન્યાદિકની કિંમત પંદર પંદર લાખ થઈ. પછી તે વણિકની વિશેષ બુદ્ધિ જોઈ સર્વે સંતુષ્ટ થયા. ત્યાર બાદ ભૂપતિએ તેને પૂછયું કે તું કોને પુત્ર છે? હારૂં નામ શું? હુને કયે ધર્મ ઈષ્ટ છે? વણિક બે હે રાજન ? પૂર્ણભદ્ર વણિકને બે પુત્ર છે. તેમાં કેશલ નામે હું હોટ છું અને દેશલ નામે હારે નાનો ભાઈ છે. જૈન ધર્મમાં બતાવેલાં શ્રાવકનાં બાર વ્રત અમે ધારણ કરેલાં છે. તે સાંભળી રાજા બહુ પ્રસન્ન થયે. અને બે કે હે બુદ્ધિનિધાન ? આ મંત્રી મુદ્રા તું ગ્રહણ કર. કેશલ બે મંત્રી મુદ્રા મહારાથી લઈ શકાય નહીં. કારણ કે તે દુષ્ટ કર્મ ગણાય છે. તેથી મહને કરુપે નહીં. ત્યારબાદ બહુ બળાત્કારે રાજાએ તેને મુદ્રા વિના પણ સર્વે મંત્રીઓનું અધિપતિપણું આપ્યું. વળી પોતે રાજા પણ દરેક કાર્યમાં પ્રથમ તેને જ પુછે છે. તેથી સર્વ મંત્રીઓ તેની ઉપર ઈર્ષાળુ થયા અને રાત્રિ દિવસ તેનાં છિદ્ર શેધવામાં તત્પર થયા. એક દિવસ સર્વ મંત્રીઓ એકમતે થઈ રાજાને કહેવા લાગ્યા
કે હે જગત્પાલક? દેવગિરિ નગરનો અધિમંત્રીઓનું કપટ. પતિ રિપુગંજ નામે રાજા નિરંકુશ થઈ
જ આપની આજ્ઞા માનતું નથી. માટે આ મહામંત્રીને તેની પાસે મેકલે. કારણ કે તે બહુ કુશલ છે. માટે કઈપણ કુશલ વૃત્તાંત લઈ તે તેની સાથે સંબંધ વાતો વિરોધ ગમે તે નીકાલ કરે તે ઠીક. પછી ભૂપતિએ મહામંત્રીને કહ્યું કે તમે મંત્રીઓ પાસેથી ભેટ લઈ રિપુગંજની પાસે જાઓ.
For Private And Personal Use Only