SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૮) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. પણ બંધ આપી બહુ સમજાવ્યું. પરંતુ તેઓ શાંત થયા નહીં, છેવટે તેઓ રાજા પાસે ગયા. ત્યાં નાનાભાઈએ સર્વ ભાઈઓનું વૃત્તાંત સંભળાવ્યું. તે સાંભળી રાજાએ કહ્યું કે શ્રમણ શેઠ અન્યાય કરે તેવા હતા નહીં, કારણ કે તે જૈન ધર્મમાં નિશ્ચલ હતા. અને બુદ્ધિમાં પણ બૃહસ્પતિ સમાન સમર્થ હતા. કઈ પણ પ્રકારે તેમનામાં કપટકલા હતી જ નહીં. માટે આ કલશોની અંદર મૃત્તિકાદિક નાખીને પૃથ્વીમાં દાટી સ્વજન સમક્ષ જે કહેલું છે તે બહુ બુદ્ધિથી વિચારવા જેવું છે. એમ સમજી રાજાએ સર્વ મંત્રીઓને બોલાવી લાવવાને હુકમ કર્યો કે તરત જ પ્રતીહારી સર્વ મંત્રીઓને બોલાવી લાવ્યું. એટલે રાજાએ તેઓને કહ્યું કે આ ચારે ભાઈઓ છે. તેમાં ત્રણ મોટાઓના કલશમાં મૃત્તિકાદિક વસ્તુઓ ભરેલી છે અને ચોથા ભાઈના કલશમાં રત્ન ભરેલાં છે તે તેના પિતાને આવી રીતે પક્ષપાત કરવાનું શું કારણ? આ સંબંધી વિચાર કરી જલ્દી આને ખુલાસે આપે. સૂક્ષ્મબુદ્ધિના પ્રતાપથી સર્વ મંત્રીઓ પણ પરસ્પર વિચાર કરી બેલ્યા કે હે નરેંદ્ર? આ વાતનું ખરૂં તાત્પર્ય શું છે તે અમે જાણી શકતા નથી. ત્યારબાદ ભૂપતિએ પિતાના નગરમાં પટહ વગડા અને જાહેર કરાવ્યું કે આ કલશોની ખરી હકીવૈશ્રમણશેઠની કત જાણી જે પુરૂષ આ વિવાદને ન્યાય આપશે તેને હારા સર્વ મંત્રીઓને ઉપરી હું કરીશ. તે સાંભળી પિતાની બુદ્ધિને પ્રકાશ કરવા માટે એક વણિક પુત્રે તે પટને સ્પર્શ કર્યો. તેથી તેને રાજાની પાસે લઈ ગયા. રાજાએ તેની આગળ સર્વ કલશનું વૃત્તાંત નિવેદન કર્યું. પછી તેનું ખરૂં તાત્પર્ય જાણીને તે બે --હે નરેંદ્ર! જે પુત્ર જે કાર્યમાં કુશલ છે અને જે કામ - બુદ્ધિ આપો ? For Private And Personal Use Only
SR No.008669
Book TitleSuparshvanath Charitra Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1924
Total Pages497
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari, Worship, & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy