________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેશલનીકથા.
(૧૨૭) પણ શ્રેષ્ઠીએ ભલામણ કરી કે હારૂં મરણ થયા બાદ મહાસ પુત્રો દ્રવ્ય માટે કલેશ ન કરે તેવી રીતે તમારે તજવીત રાખવી. જે દ્રવ્ય મોં જેને આપેલું છે તે દ્રવ્ય તેને જ તમારે પાસે રહીને અપાવવું. તેમાં કંઈ પણ ફેરફાર ન થવો જોઈએ. એમ કહી સ્વજન વર્ગની ક્ષમા માગી. નમસ્કાર કરી તેઓને વિદાય કર્યા. પિતાના પિતા મરણ પામ્યા પછી તેમની દહનક્રિયા કર્યા બાદ
ચારે ભાઈઓ એકઠા થઈ પિતપોતાનાં બહુવિવાદ. નામ જે તે કલશે તેમણે લઈ લીધા.
ત્યારબાદ મોટા ત્રણ ભાઈઓના કલશમાં જોયું તે પ્રથમમાં મૃત્તિકા, બીજામાં લેખપત્ર અને ત્રીજામાં હાડકાં ભરેલાં જોયાં. તેમજ નાના ભાઈને કલશ ઉત્તમ રત્નોથી ભરેલે જોયે. તેથી મોટા ત્રણ ભાઈઓ બોલવા લાગ્યા કે અરે ? મરણ સમયે પિતાએ કે અન્યાય કર્યો ? પોતે ધાર્મિક હેવા છતાં પુત્રને પણ તેમણે છેતર્યા? માટે આવી ઠગાઈ કરવાથી હે તાત? તહારી સદગત કેવી રીતે થશે ? ત્યારબાદ તેઓએ નાના ભાઈને કહ્યું કે હારો કલશ રત્નોથી ભરેલું છે માટે તેને ભાગ અમને આપવો પડશે. લઘુબંધુ બે હને સ્વજન વર્ગની રૂબરૂમાં પિતાજીએ રત્નકલશ આપે છે માટે તેમાંથી તમને કંઈ પણ મળશે નહીં. વળી તહારા કલશોમાં મૃત્તિકાદિ જે જે વિકાર થયે છે, તે તમહારા કર્મો જ દેષ છે. તેમાં પિતાને શો દેષ? એમ તેણે કહ્યું તે પણ ત્રણે જણે પોતાનો મત છેડ્યો નહીં, એટલે તેણે પિતાના કુટુંબીઓને બોલાવી સર્વ વાત જણાવી. પછી સ્વજનોએ તેઓને બહુ સમજાવ્યા. તે પણ તેઓએ પિતાને કદાગ્રહ છેડ્યો નહીં. અને રાજ્યમાં જઈ મંત્રીની આગળ પિતાને વિવાદ વિસ્તાર સહિત સંભળાવ્યું. મંત્રીએ
For Private And Personal Use Only