________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨)
શ્રીસુપાર્શ્વનાયચરિત્ર. હારી ઈચ્છા પ્રમાણે વરદાન માગ. શ્રેષ્ઠી બેલ્યો છે કે તું તુષ્ટ. થઈ છે તેપણુ મહારે હારું કામ નથી છતાં જે હારી ઉપર તું ખરેખર પ્રસન્ન થઈ હોય તે મહારૂં સમસ્ત કુટુંબ કેઈપણ સમયે દંત કલેશથી છુટું ન પડે તેવી રીતને બંદોબસ્ત કર. તે સિવાય બીજું કંઈપણ હારૂં મહારે કામ નથી. તે સાંભળી હાસ્યપૂર્વક લક્ષ્મીદેવી બોલી. હકી! તું વ્યવહારમાં બહુ દક્ષ છે. કારણ કે આ વચનથી હું હારા પગ બાંધી લીધા. વળી મહારા પ્રયાણને મુખ્ય ઉપાય એ છે કે પ્રથમ તે બંધુઓને હું દંત કલેશ કરાવી પરસ્પર સ્નેહથી છુટા પાડું છું. પછી તેઓ કલેશ કરી રાજા પાસે ફર્યાદ કરે છે. ત્યાં આગળ એક બીજાનું તેઓ વિરૂદ્ધ બેલે છે. તેથી રાજા તેઓને દંડ કરે છે. અથવા તે તેઓ અન્ય અન્ય યુદ્ધ કરી પુણ્યહીન થઈ મરણ પામે છે. ત્યારબાદ તે સર્વ ધન રાજાને સ્વાધીન થાય છે. માટે હે બંધુ! લક્ષમીમાં કાંઈ સાર નથી. વળી હે ભાઈ ! જે કે ધનશ્રેણી મિથ્યાષ્ટિ, અવિવેકી અને જેનમતથી વિમુખ હતા છતાં પણ તેની ઈચ્છા લક્ષમી ઉપર થઈ નહીં. અને તું તો વિવેકી, વ્રતધારી અને જેનમતમાં નિપુણ. છે. તે પણ બહુ નિષ્ફરતાથી લુબ્ધ થઈ પોતે ગ્રહણ કરેલા નિયમ ને ભંગ કરે છે. રે મૂઢ! આ વ્રત લેતી વખતે ગુરૂએ હુને ના પાડી હતી છતાં પણ હું આ નિયમ લીધો છે. માટે હજુપણ તું આ. અતિચારથી વિરામ પામ, વિરામ પામ તે સાંભળી ભરત બેલ્યો શું મહે આ ખોટું કર્યું છે? જેથી મહને પણ ઉપદેશ દેવા તું તૈયાર થયો છે. તું એકલે જ ધાર્મિક હશે? બીજે કઈ હશે જ નહીં? રસ બે હે બાંધવ! હેં જે કંઈ આપને કહ્યું છે તે આપ ક્ષમા કરે. એમ કહી તે પોતાને વિભાગ લઈ જુદો રહે, અને પિતાની દુકાનમાં વેપાર કરવા લાગ્યા, તેમજ નિરંતર વિધિપૂર્વક ધર્મની આરાધના કરવા લાગ્યો. હવે ભરત પોતાની મરજી
For Private And Personal Use Only