________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભરતીનીક્યા.
(૧૨૧ ) આપ્યું છે, તે ધનને જલદી તું ત્યાગ કર. નહીંતે હું જુદો રહીશ. ધનમાં લુબ્ધ થયેલ તે બે ભાઈ! આ ધન મહેં વેપારથી મેળવેલું નથી, કેઈની ચોરી કરી નથી, તેમજ બળા ત્યારથી પણ મેળવ્યું નથી. પરંતુ હારા ના કહ્યા છતાં લક્ષમી દેવીએ આ ધન આપેલું છે. અને તે પણ મેં મ્હારા નિયમ પ્રમાણે રાખી બાકીનું સ્વજનને આપેલું છે. વળી એક લાખથી વધારે જે દ્રવ્ય હું મેળવું છું. તે સર્વ ધર્મમાં વાપરું છું. પછી રસ બે બંધુ! અહીંયાં તે એક દષ્ટાંત સાંભળ. આ નગરની અંદર પહેલાં ધનશ્રેણી રહેતા હતા. તે બહુ
ધનવાનું તેમજ મિથ્યાદષ્ટિ હતે. અનુક્રમે ધનશ્રેષ્ઠી. બહુ પુત્રાદિકના પરિવારથી તેનું કુટુંબ બહુ
વધી ગયું. એક દિવસ તે રાત્રીએ સુતે હતે. તેવામાં શરીરે વેત વસ્ત્ર પહેરેલાં હતાં, કંઠમાં મનેહર હાર ધારણ કર્યો હતો, અને મૃગ સમાન જેનાં નેત્ર વિશાળ દીયતાં હતાં એવી લક્ષમી સમાન ઉત્તમ સ્ત્રી તેના જેવામાં આવી. સ્ત્રી બોલી હે ધનશ્રેણી ! તું મને ઓળખે છે કે નહીં ? તે બલ્ય હા! હું સામાન્ય રીતે જાણું છું કે તું સ્ત્રી છે. પછી તે સ્ત્રી બેલી હું લક્ષમીદેવી છું. હું હારા કુળમાં સાત પુરૂષથી આરંભી બહુ સમયથી રહું છું. હવે હું અન્ય સ્થાનમાં જઈશ. કારણકે ઘણે સમય એક સ્થાનમાં રહેવાથી હું ખિન્ન થાઉં છું. શ્રેણી બે, જલદી ચાલી જા, અહારે હને રોકવા નું કંઈ પ્રજન નથી, લક્ષમી બેલી: હે શ્રેષ્ઠી! તું બહુ નિષ્ફર છે. કારણકે એટલું પણ તું ન બોલ્યા કે ત્યારે જવાનું શું કારણ છે? હું શું ત્યારે અપરાધ કર્યો છે ? જે કે હું સાક્ષાત્ લક્ષમી દેવી છું. છતાં પણ હે અલક્ષમી ધારી મહારે અપરાધ કર્યો. પરંતુ હારી નિઃસ્પૃહપણથી પ્રસન્ન થઈ છું. માટે હવે
For Private And Personal Use Only