________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધનશ્રેણીનીકથા.
( ૧૧૭ )
કરી નરેંદ્ર સહિત તે ચારે જણા ઉત્તમ હસ્તિઓ ઉપર બેસી બહુ માનદથી મુનીની પાસે ગયા. સૂરિએ પણ મંત્રી પ્રમુખને વિધિ પૂર્વક દીક્ષા આપી. અનુક્રમે તેએ કર્મ પાશથી મુક્ત થઇ સિદ્ધિ સુખ પામ્યા. રાજાએ પણ શ્રાવકધમ ના સ્વીકાર કરી સપદ્ શેઠાણીને પેાતાની મ્હેન તરીકે માની લીધી. અને તેના પતિને પણ બીજા ગામમાંથી લાવી નગર લેાકેાની સાક્ષીએ તેને નગર શેઠની પદવી આપી ત્યારબાદ તે ઢાકારને મેલાવી તેનુ માગતું દ્રવ્ય પણ અપાવરાવ્યું.
નવઘન સહિત સંપ૬ શેઠાણી વિશેષે કરી જૈન મમાં તત્પર થઈ. કેટલાક સમય વ્યતીત થયા નવઘનના પ્રસાદ. બાદ રાજમાન્યના અભિમાનથી નવધન અહુ પ્રમત્ત થયે। અને પેાતાની નજીકનાં ઘર ખરીદી પેાતાને તાબે કરવા લાગ્યા. તેથી તેની સ્ત્રીએ કહ્યુ કે એમ કરવાથી તમને અતીચાર લાગશે, કારણ કે પાંચમા અણુવ્રતમાં એક ઘર રાખવાનુ તમે કહ્યુ છે. અને તેજ પ્રમાણે તમાએ ગુરૂ પાસેથી વ્રત સ્વીકારેલુ છે. નવઘન મેક્લ્યા હું ચંદ્રાનને? એક ઘર કદાચિત્ નષ્ટ થાય તેા શું ખીજું નજોઇએ ? સ્ત્રી ખાલી પરંતુ તમ્હારૂં વ્રત નષ્ટ થવાથી સમસ્ત નષ્ટ થયું એમ નિશ્ચય જાણજો. વળી તમે આ પ્રમાણે નિરપેક્ષ થઈ મ્હારી આગળ ખાટા ખાટા ઉત્તર આપે છે. માટે ઘર સહિત તમ્હારા ત્યાગ કરી હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી તેણીએ સદ્ગુરૂ પાસે જઈ દીક્ષા લીધી અને પેાતાનુ કાર્ય સિદ્ધ કર્યું. નવઘન શેઠ પણ ધાર્મિક અને વ્યવહારિક એમ બન્ને પ્રકારની સોંપદાઓથી વિમુક્ત થયા અને ધહીન થવાથી તે ઘરના અધિપતિ વ્યંતર દેવ તેને વળગ્યા. જેથી તે ઉન્મત્ત થઇ ગાંડાની માફક નગરની મંદર ભ્રમણ કરવા લાગ્યા. તેની ચારે તરફ છેકરાં વીંટાઈ.
For Private And Personal Use Only