________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૬).
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સૂર્યોદય થયે છે છતાં અપૂર્વ પ્રમરૂપી ઘોર અંધકાર વ્યાપી રહ્યું છે. વળી હે રાજન ? શુભ વસ્તુને પ્રકાશ કરવામાં પ્રવીણ એવા માનસિક વિવેક સિવાય કામરૂપી અંધકારને હઠાવવામાં અન્ય કેઈ પણ સમર્થ નથી. તેમજ જન્મથી આરંભી દરેક જીવને વિષય સેવન બહુ પ્રિય હોય છે. તેથી પરમ સનેને સેવવા લાયક એવા ધર્મનું આચરણ કિંચિત્ માત્ર પણ આચરવામાં આવતું નથી. પરંતુ તે સદાચાર જ આ સંસાર સાગરમાં તારનાર છે. રાજા બોલ્યા હે સુંદરી? ચરણ એટલે શું ? તેને અર્થ અમને સમજાવ. ત્યારબાદ સંપશેઠાણુંઓ અષ્ટપ્રવચન માતાનું સ્વરૂપ સવિસ્તર વર્ણવી બતાવ્યું. તે સાંભળી મંત્રી વિગેરે સર્વે પ્રતિબોધ પામ્યા. અને તેઓ બોલ્યા કે પરમ દયાલ એવી હે પરમેશ્વરી ? અમારે આ અપરાધ તે ક્ષમા કર” મેહરૂપી મહાસાગરમાંથી હું જ અમારો ઉદ્ધાર કર્યો. વળી હવે કોઈ પણ રીતે સશુરૂના ચરણ કમળનું દર્શન કરાવ. કે જેથી અમે આત્મહિત કરીએ. એવામાં ત્યાં ઉદ્યાનપાળ આવ્યા અને રાજાને વિનંતિ કરી બોલ્યા
કે હે નરેંદ્ર દેવ તથા અસુરેંદ્રોથી સેવાતા શ્રીચંદ્રમુનિ. શ્રીમાન શ્રી ચંદ્રમુનિ ઉદ્યાનમાં પધાર્યા છે.
એ પ્રમાણે વચનામૃતનું શ્રવણ પુટથી પાન કરી સંતુષ્ટ થયેલ રાજાએ પિતાના અંગે પહેરેલાં સર્વ આભરણે ઉદ્યાનપાળને અર્પણ ક્ય. પછી મંત્રી પ્રમુખ ચારે જણુએ રાજાને કહ્યું કે જો આપની આજ્ઞા હોય તે સૂરીશ્વરની પાસે અમારે દીક્ષા લેવી છે. રાજા બોલ્યા તમે ઉત્તમ કુળમાં ઉતપન્ન થયા છે માટે તમને દીક્ષા લેવી ઉચિત છે. ત્યારબાદ સંપશેઠાણીએ તેઓને સ્નાન કરાવી ચંદન લેપપૂર્વક નાના પ્રકારના અલંકારથી વિભૂષિત કર્યો. પછી માંગલિક ઉપચારે
For Private And Personal Use Only