________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવધનશ્રેણીની કથા.
(૧૧૫) આપે નહીં. ત્યારે શેઠાણી બેલી હે રાજાધિરાજ? હું એમનું સમગ્ર વૃત્તાંત કહું, પરંતુ એઓને અભયદાન આપે. રાજાએ મંત્રી વિગેરેને અભયદાન આપ્યું એટલે સંપ શેઠાણીએ ઠાકેના વૃત્તાંતથી આરંભી સવિસ્તર સર્વ હકીકત કહી બતાવી. રાજા બે હે મંત્રી ? આ સ્ત્રીએ જે વાત કહી તે ખરી
છે ? મંત્રી બે સ્વામિન? તેનું કહેવું સંપ શેઠાણીએ સત્ય છે. એમ તેના કહેવાથી રાજા બોલ્યો આપેલી શિખા- અરે ? મંત્રી? સૂક્ષ્મ, બાદર, દૂર અને - મણ સમીપ રહેલી વસ્તુઓ જેવામાં રાજાનાં
ખરેખર નેત્ર મંત્રીઓ ગણાય છે. કારણ કે કામરૂપી અંધકારથી છવાયેલી અને વિવેકહીન એવી રાજાની ચર્મચક્ષુ તત્વાર્થ જાણી શકતી નથી. તેથી હે સચિવ! આ હારી પ્રવૃત્તિ બહુ વિપરીત થઈ. ત્યારબાદ સં૫૬ શેઠાણીએ રાજાને વિનંતિ કરી કહ્યું કે હે નરાધીશ? આટલે અપરાધ આપ ક્ષમા કરે. એઓને આમાં કાંઈ દોષ નથી, કારણ કે કામરૂપી મહાચોરટાઓથી પીડાયેલા પુરૂષે દુષ્કૃત્ય કરીને તૃણથી પણ હલકી સ્થિતિ પામે છે. કહ્યું છે કે–
अकयपहारेण मणंगएण, कुसुमाउहेण वि खणेण । जे विवप्पति हयासा, ते हंति लहु तणाओ वि ।।
જે પ્રહાર કરતું નથી તેમજ કુસુમે જેનું આયુધ છે એવા કામના પાશમાં જેઓ પડે છે તેઓ ક્ષણમાત્રમાં નિરાશ થઈ તૃણથી પણ હલકા થાય છે. તેમજ આ દુનિયામાં કામરૂપી અંધકારને દૂર કરવા માટે સૂર્ય ચંદ્ર અગ્નિ અને મણિ રત્ન પણ સમર્થ થતા નથી. વળી કામાંધ પુરૂષે સત્ય પદાર્થને દેખી શકતું નથી અને અસત્ય વસ્તુને દેખે છે. મહા ખેદની વાત છે કે
For Private And Personal Use Only