________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવવનકીનીકથા.
(૧૧૩) મંત્રી સજજ થઈ શેઠને ત્યાં આવ્યું. જેથી શેઠાણીએ મંત્રીને. સત્કાર કરી સુગંધિ તલવડે તેનું અંગમર્દન કર્યું. પછી સ્નાન કરાવી ચંદનને લેપ કર્યો. તેટલામાં દ્વારના કમાડ ઠોકવાથી સાંકળને અવાજ તેના સાંભળવામાં આવ્યું. એટલે પોતાની દાસીને દ્વાર આગળ મોકલીને ખબર કરાવી તે ત્યાં ઉભેલા અંગરક્ષકે કહ્યું કે કમાડ ઉઘાડ. તે સાંભળી મંત્રી ભયભીત થઈ ગયા અને બે કે હે પ્રિયે ? કઈ પણ ગુપ્ત સ્થાનમાં જલદી મહને સંતાડી દે, નહીં તે તે મને દેખશે તે તેમાં મહારી બહ ખરાબી થશે. શેઠાણીએ પણ તરત જ ઓરડીની અંદર મંત્રીને પુરી દીધું અને તેનું દ્વાર બંધ કરી તાળું લટકાવ્યું. મંત્રી પણ ભયને લીધે ચુપચાપ અંદર બેસી ગયો. ત્યારબાદ અંગરક્ષક અંદર આવ્યું. તેને પણ તૈલમર્દન કર્યા બાદ નાન પૂર્વક વિલેપન કરી રહ્યાં એટલામાં નગર શેઠનું આગમન થયું. તેથી અંગરક્ષકને પણ મંત્રાની માફક એક ઓરડામાં પુરીને શેઠને અંદર બેલાવ્યા. તેમને પણ સ્નાનાદિક વિધિ કરી ત્રીજા એરડામાં પુર્યો. પછી ચોથા પ્રહરે દુર્ગપાળ આવ્યું તેને પણ તેવી જ રીતે તેલમર્દનાદિક પ્રયોગ કર્યા બાદ જુદા ઓરડામાં પુરી દીધે, કારણ કે પ્રથમ કરેલા સંકેત પ્રમાણે શેઠાણીને ભાઈ દ્વારમાં આવી ઉભું હતું. ત્યારબાદ તેણે અંદર પ્રવેશ કર્યો અને પિકે મૂકી બહુ રેવા લાગ્યો. તે પ્રસંગે સંપશેઠાણ પણ અગાધ દુઃખ સાગરમાં ડૂબી હોયને શું ? તેમ મંત્રી વિગેરેના પ્રતિબંધ માટે વિલાપ કરવા લાગી. તેટલામાં એકદમ રાત્રી વિરામને સૂચન કરનાર શંખ વાગે. જેના ગંભીર શબ્દથી સર્વ દિશાઓ હેર મારવા લાગી. વળી નવઘન શેઠ મરણ પામ્યા એવી વાર્તા સર્વ નગરમાં ફેલાઈ ગઈ જેથી સમગ્ર નગરના લેકે ત્યાં એકઠા થયા.
For Private And Personal Use Only