________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
તેણીએ ઢાકારના સર્વ ઈતિહાસ કહ્યો. તે પણ સંતુષ્ટ થઇ આલ્યા હું મૃગાક્ષિ ? આ હારૂં કાર્ય જરૂર હું સિદ્ધ કરી આપીશ. પરંતુ અમારૂં હૃદય પણ ત્યારે શાંત કરવું પડશે. સ્ત્રી ખાલી અમારાથી બને તેમ હશે તેા અમે કરીશું. આ દેહ જલબિંદુ સમાન અસ્થિર છે, માટે સજ્જનાના કાર્યમાં જો તે ઉપયાગી થાય તે તે સારભૂત ગણાય. એ પ્રમાણે શેઠાણીનુ વચન સાંભળી આન ંદિત થઇ તે આણ્યે. હું ચાંગી ? હું તે હાલમાં જ તૈયાર છું. ત્યારબાદ તેણીએ પણ પ્રત્યુત્તરમાં તેને કહ્યું કે એકમની રાત્રીએ ખીજા પ્રહરે તમારે મ્હારી પાસે આવવું. એમ કહી ત્યાંથી નગરશેઠ તથા હુ પાળને ત્યાં તે ગઈ. તેઓ પણ તેને આવતી જોઇ વિચાર કરવા લાગ્યા કે વર્ષાતુની લક્ષ્મી સમાન ઉન્નત પયાધર ( મેઘસ્તન ) છે જેના એવી, અને ધનુષ લતાની માક ગુણુ ( દારીયાદિચુણા ) વડે યુક્ત, ખર્ડુલતાની માફક ઉત્તમ ધારા (દ્વાર) વડે વિભૂષિત છે વક્ષસ્થળ જેવુ, તેમજ સંસારસુખની માફક અત્યંત સૂક્ષ્મ છે . મધ્યભાગ જેના એવી આ શ્રી દેખાય છે. ક્ષણમાત્રમાં તે તેઓની પાસે ગઈ મને પૂર્વની પેઠે તેઓને પશુ જવાબ આપ્યા. તેથી તેએએ પણ તેના કહ્યા પ્રમાણે કબુલ કર્યું . નગર શેઠને ત્રીજે પ્રહરે તથા દુ પાળને ચેાથા પ્રહર આવવાનું કહી ત્યાંથી તે સ્ત્રી પણ પેાતાને ઘેર આવી.
બીજે દિવસે પ્રભાતકાળમાં પેાતાની દાસીને શેઠાણીએ કહ્યું કે આજે મ્હારે વિશેષ પ્રકારે સ્નાન કરમંત્રીવિગેરેની વાતુ છે માટે ઉષ્ણુ જળ અને ચંદનાદિક સર્વ સાધના વધારે તૈયાર કર દાસીએ
વિડ’બના.
પણ કહ્યા પ્રમાણે સ્નાનની સર્વ સામગ્રી તૈયાર કરી બાદ દિવસ અસ્ત થયા એટલે રાત્રીના પ્રથમ પ્રહરે
For Private And Personal Use Only