________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવઘનશ્રેણી થા.
(૧૯) કરી પાંચમાં અણુવ્રતમાં પ્રથમ અતિચાર શ્રવણ કરનારી અમારી જીજ્ઞાસા પૂર્ણ કરે. શ્રી સુપાર્શ્વપ્રભુ બેલ્યા, હે રાજન ! ગૃહાદિક વસ્તુઓનું પરિમાણ ક્યબાદ અતિ લેભરૂપી ગ્રહથી ગ્રસ્ત થઈ જે ગ્રહણ કરેલા નિયમથી અધિક પરિગ્રહ કરે છે, તે પુરૂષ નવઘનની પેઠે બહુ દુઃખી થાય છે. શ (સૂર) બ્રિજરાજ (સૂર્ય અને ચંદ્ર-ક્ષત્રિય અને બ્રાહ્મણ
દિક) ના સમાગમમાં બહુ ઉસુક ઉદયાચલ નવઘનદષ્ટાંત. સમાન ઉદયપુર નામે નગર છે. તેમાં
ઉદયાદિત્ય નામે રાજા છે. વળી તે નગરમાં નવઘન નામે શેઠ છે. તે હમેશાં નવીન મેઘની માફક સર્વ યાચક રૂપી ક્ષેત્રમાં દાનરૂપી જળની વૃષ્ટિ કરે છે. બહુ ઉત્તમ શીલવાળી સંપદ એવા નામની તેની સ્ત્રી હતી. તેઓ અને સ્ત્રી પુરૂષ પરસ્પર સ્નેહથી વિષયસુખ ભેગવતાં હતાં. તેવામાં જૈનમંદિરમાં મહત્સવ ચાલતો હતો. જેથી તેઓ કુતૂહલને લીધે ત્યાં જોવા માટે ગયાં. વળી ત્યાં આગળ ગુણરત્નના નિધાન સમાન સૂરીશ્વર ભવ્યજીને શ્રાવક ધર્મને ઉપદેશ આપતા હતા. તેથી તેઓ પણ સૂરિને વંદન કરી દેશના સાંભળવા બેઠાં. તે સમયે સૂરિએ પાંચમા અણુવ્રતની વ્યાખ્યા કરી. તે સાંભળી શેઠ અને શેઠાણીએ પણ સમ્યકત્વ પૂર્વક પાંચમું વ્રત પણ ગ્રહણ કર્યું. પછી ગુરૂની આજ્ઞા લઈ બહુ પ્રસન્ન થઈ તે બને પોતાને ઘેર ગયાં. વળી પિતાને સંતાન નહીં હોવાથી તેઓ વિધિપૂર્વક જૈનધર્મની આરાધના કરવા લાગ્યાં; તેમજ નવઘન શેઠ શુદ્ધ નીતિપૂર્વક વેપાર ચલાવતા હતે પિતાની દુકાનમાં ઉત્તમ કરિયાણું રાખતો હતો, ફૂડ-કપટમાં તે સમજતા નહતા.
તેમજ શેઠ પિતે ધીર ધારને ઘધે પણ સારી રીતે કરતા
For Private And Personal Use Only