________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
પ્રાપ્ત કરાવી આપનારને ત્યાં નિમવા જણાવે છે, જ્યારે વીરકુમાર ને પૂછતાં તે પ્રથમના અધિકારીને જ રાખવાને ન્યાય નીતિથીજ દ્રવ્ય ઉસન્ન કરવા મત આપી કેટલાંક ઉત્તમ રાજનીતિના બોધવચન કહે છે ને છેવટે એક લૅક કહે છે –
दुग्धमादाय धेनूनां, मांसाय स्तनकर्तनम् ।
अत्युपादानमर्थस्य, प्रजाभ्यः पृथिवीभुजाम् ॥ અથ–“રાજાઓએ પ્રજા પાસેથી મર્યાદા ઉપરાંત કર લેવો તે ગાયનું દુધ લઈ લીધા પછી તેનાં માંસ માટે સ્તન (ચળ) કાપવા બરાબર છે.” અહા હા ! કેવી ઉત્તમ સિદ્ધાંતોની ખાણ જેવી શિક્ષાવલી ? રાજાઓને માટે આ લેક સર્વોત્તમ ગણી શકાય તેવો આદર્શ છે. વર્તમાન કાળે આ લે કનું પ્રતિપાલન કરનાર રાજવીઓ ભારત વર્ષમાં કયારે પાકશે ?
રાજા વીરકુમારને મહા બુદ્ધિશાળી ને સત્વવાન જાણી તેને વધુ કીતિસત્વ અને પ્રભાવ પ્રાપ્તિ અર્થે વિદેશ મોકલી દે છે તે વિમલ મંત્રીપુરા સાથે તે વીરકુમાર દેશાટને ચાલ્યો જાય છે. ધીર વીર પુરુષો પૃથ્વીપટે પર્યટન કરી ધન યશ અને સૌભાગ્ય પ્રાપ્ત કરી લાવે છે. કુમાર કેશલપુરમાં આવતાં ત્યાંની રાજકુમારી જે પુરૂષ ષિનું છે તેને પોતાના બુદ્ધિબળવડે પિતાની અનુગામિની કરી પરણે છે. રાજા રાજકુમારના રસોડે માંસાદિથી રહિત રસવતી ભાળી તેનું કારણ પૂછતાં વીર કુમાર પિતાનો માંસાદ ત્યાગ નિયમ જણાવી વિવાહ નિમિત્તે માંસાદિ ત્યાગ કરાવે છે અને ઉપદેશાદિથી રાજાને પણ માંસાદિ બંધ કરાવે છે.
એકદા દૂતી માતે રાજા મંત્રી, નગરશેઠ અને પ્રતિહારની સ્ત્રીઓ મારને ભોગ વિલાસ માટે કહેણ મોકલે છે તેને (રાજ સમક્ષ) કુમાર ઉપદેશાદિથી પ્રતિબોધ આપે છે અને અનેક દૃષ્ટાંતે તે ચારેને સનમાર્ગ દેરી તેમને પરપુરૂષનો ત્યાગ અને સમ્યકત્વ વ્રતને સ્વીકાર કરાવી જવા દે છે. આ પરથી આપણે ઘણો ઉત્તમ બોધ લઈ શકીયે એમ છે. જરા જરામાં વિચલિત બની ઉઠતી ચંચળ વૃત્તિઓ પર અંકુશ રાખે–અતિ સુન્દર સ્વરૂપને ભોગ્ય જ માની લઈ તેમાં અંધ બની જતાં દિલને રોકવું–
For Private And Personal Use Only