________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯૮)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
कामः क्रोधस्तथा हर्षो,-मायालोभोमदस्तथा ।
पवर्गमुत्सृजेदेनं, तस्मिंस्त्यक्ते सुखी भवेत् ॥ અર્થ:–“ કામ, ક્રોધ, હર્ષ, માયા, લોભ અને મદ એ છે ને ત્યાગ કરવો, જેથી રાજા આ લેકમાં સુખી થાય છે.” વળી જે વિષયવાસના દૂર કરવા માટે વિષય ભેગવે છે, તે તે ઉલટું અગ્નિમાં ઘી હોમવા બરોબર કરે છે. તૃષ્ણારૂપી વ્યાધિ બહુ અસાધ્ય છે. કારણકે તેની શાંતિ ઔષધથી પણ થતી નથી. માટે આત્માનું હિત ઈચ્છનાર પુરૂષોએ તેની ઉત્પત્તિને જ નિરાધ કરે ઉચિત છે. વળી જેમ સ્વપ્નમાં પીધેલા જળથી તૃષ્ણ શાંત થતી નથી, તેમ વિષય તૃષ્ણા પણ ભોગ સેવનથી નિવૃત્ત થતી નથી. માટે કૃપા કરી પ્રમદાઓ સંબંધી વિષયવાચ્છાનો ત્યાગ કરે. કારણકે હે નરનાથ? આ પ્રમાણે કરવાથી પરદારવિરમણવ્રત તહારૂં મલીન થાય છે. એ પ્રમાણે સ્ત્રીનાં વચન સાંભળી મરધ્વજ બોલ્યા, હે સુલોચને! હારું કહેવું સત્ય છે. પરંતુ હજુ હું ભારેકમી છું, તેથી હાલમાં હારી પ્રવૃત્તિ બદલાય તેમ નથી. ત્યારબાદ કમલશ્રી પોતે ત્યાંથી મુક્ત થઈ સુગુરૂ પાસે ગઈ અને મેક્ષસુખની વાંછાથી તેણે દીક્ષા ગ્રહણ કરી. પછી મરવજ રાજા પણ બહુ સ્વછંદચારી થઈ ગયે. અને જેમ કે માંસમાં લુબ્ધ હોય તેમ વિષયમાં લુબ્ધ થઈ નિરંતર નવ નવ યુવતિઓના સંગમાં લીન થયે. તેમજ સ્ત્રી સેવાના બહુ પ્રસંગને લીધે તેને ધાતુક્ષયને રોગ ઉત્પન્ન થયે, જેથી ખાંસી, કૃશતા અને શરીરે વિવર્ણ પણું પ્રાપ્ત થયું. આ પ્રમાણે તેની સ્થિતિ જોઈ સર્વ સ્ત્રીઓ હદયથી વિરક્ત થઈ ગઈ, પરંતુ બાહાથી તેની આગળ પ્રીતિ બતાવે છે. છતાં તે પૂર્ણ ચંદ્ર સમાન છે મુખ જેમનું અને સુંદર નેત્રવાળી તે સ્ત્રીઓને જેમ જેમ જુએ છે તેમ તેમ તેનું હૃદય વિષયમાં અધિક પ્રવૃત્ત
For Private And Personal Use Only