________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. કેઈક ફોધી કુમાર પિતાને ખડું ખેંચી મેરને મારવા જાય છે તેટલામાં તેનું પિતાનું જ મસ્તક પૃથ્વી ઉપર પડ્યું. તે જોઈ સર્વ રાજકુમારે ભયભીત થઈ ગયા. અને એક સાથે મળી મોરની પાસે જઈ ક્ષમા માગી કહેવા લાગ્યા કે, મહેટી મહેરબાની કરી આપનું સત્ય સ્વરૂપે પ્રગટ કરો. તેણે પણ તેઓનું વચન માન્ય કરી વિદ્યાના પ્રભાવથી તત્કાળ મોર ઉપર રચેલા વિમાનમાં આરૂઢ થઈ પોતાનું સ્વરૂપ બતાવ્યું. અદભુત પ્રકારનું તેનું રૂપ જોઈ સર્વ રાજાઓ પરસ્પર શેકી કરવા લાગ્યા કે, એની રૂ૫ સંપત્તિ બહુ મનહર છે, આ કે પ્રભાવિક મહાત્મા છે–વિગેરે બહુ પ્રશંસા કરવા લાગ્યા. ત્યારબાદ રાજાએ પોતાની પુત્રીને વિવાહ મહત્સવ શરૂ કર્યો. બહુ વિભૂતિ સાથે કમલશ્રીનું લગ્ન થઈ ગયું. પછી વિશાખ નંદી નૃપતિ પ્રમુખ રાજકુમારેને સુયશ પોતે નિર્માણ કરેલા નગરમાં લઈ ગયા. કમલશ્રી તથા અન્ય રાજકુમાર સહિત તે પોતાની માતાને નમસ્કાર કરી નીચે બેઠે. ત્યારબાદ વિશાખનંદી રાજા તેની માતાને જોઈ વિચાર કરવા લાગ્યું, કે મરને જન્મ થવાથી જેને જંગલમાં કાઢી મૂકી હતી તે શું આ સૈભાગ્યશ્રી–હારી રાણી હશે ? એમ ચિંતવતું હતું તેટલામાં તણુએ પોતે જ આસન આપ્યું. રાજા પણ આસન ઉપર બેસી સ્નિગ્ધ વચનોથી ક્ષમા માગી. અને કહ્યું કે, હે પ્રિયે ! આ હારા અપરાધને ક્ષમા કરે. મહેં બહુ નિર્દય કાર્ય કર્યું છે. તમારે ત્યાગ કરવામાં ખરાબ નૈમિત્તિક લેકે હેતુ થયા છે, વિગેરે કેટલીક તેણે પ્રાર્થના કરી. પછી રાણી બેલી, હે સ્વામિન્ ! એમાં તહારો કંઈ દેષ નથી, પરંતુ આપણા બન્નેના કર્મને જ દેષ છે. કહ્યું છે કે
जं जेण पावियव्वं, सुहमसुहं वावि जीवलोगंमि । तं. पाविज्जइ नियमा, पडियारो नथ्थि एयस्स ॥
For Private And Personal Use Only