________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુયશશ્રેષ્ટિની કથા.
(૫) આપીને લોકોને તેમાં વસાવ્યા. મોરનગર એવું તે નગરનું નામ પાડયું. પછી મેર ઉપર રચેલા મણિમય વિમાનમાં બેસી બહુ વિદ્યાધર સહિત કાર્તિકેયની માફક તે આ જગતની અંદર વિવિધ રચનાઓ જેતે અને હમેશાં ઈચ્છા પ્રમાણે ફરતે હતો, જે જે નગર કે ગામમાં ઉત્તમ વસ્તુ તેના જેવામાં આવે છે તે તે વસ્તુઓ દ્રવ્ય આપીને અથવા પ્રાર્થના કરીને મેરનગરમાં તે લાવતું હતું. હવે તે નગરના સીમાડામાં શંખપુર નામે ગામ છે, તેના અધિપતિ શંખવર્ધન નામે રાજા છે. કમલશ્રી નામે તેની પુત્રી છે. તેના સ્વયંવરમાં સર્વ રાજકુમારે તેને વરવા માટે દેશાંતરથી આવ્યા છે. બત્રીશ કુમાર સાથે વિશાખાનંદી રાજા પણ ત્યાં આવ્યા. તે વૃત્તાંત દૂતના મુખથી જાણુને સુયશ પણ મેરનું સ્વરૂપ પ્રગટ કરી વિવાહના દિવસે શંખપુરમાં ગયે, અને બહુ રાજકુમારે વડે મનોહર દીપતા સ્વયંવર મંડપમાં જઈને બેઠો. તે વખતે તેની ડેકમાં મણિમાલા શોભતી હતી. કમલશ્રી કુમારી પ્રફુલ્લ પુષ્પોની માતા પિતાના હસ્તે કમ
લમાં ધારણ કરી સ્વયંવર મંડપમાં આવી. મોરને ચમત્કાર, પ્રતિહારીએ વંશ વિગેરેનું વર્ણન કરી
રાજકુમારની ઓળખાણ આપી. અને કહ્યું કે, હે મુગક્ષી! આ અમુક રાજાને અમુક પુત્ર છે, સાવધાન થઈ અવલોકન કર. એવી રીતે દરેકનું વર્ણન કરતાં છેવટ ગજપુર નરેંદ્રનું વર્ણન કરી બતાવ્યું. પરંતુ જેમ પ્રફુલ્લ પાંખવિડીઓથી શોભતાં આકડાનાં પુષ્પ ઉપર ભ્રમરીની દૃષ્ટિ કરતી નથી. તેમ તેની દૃષ્ટિ કેઈપણ રાજકુમાર ઉપર પ્રસન્ન થઈ નહીં. પછી તેણી એ મેરના કંઠમાં વરમાલા પહેરાવી. તે જોઈ રેષથી કપે છે ઓઠ જેમના એવા રાજકુમારે બોલ્યા, રે! આ મોરને ખથી જલદી મારી નાખે, શું જોઈ રહ્યા છે. એમ સાંભળી
For Private And Personal Use Only