________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૨).
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પરિક્ષા માટે રાજાએ કહ્યું કે, હે સુંદરી! તું અતિ પંડિતા છે. માટે જ્યાંસુધી હારે સર્વોત્તમ ગુણવાન પુત્ર ઉત્પન્ન થાય ત્યાંસુધી હારે ઘેર આવવું નહીં. તેણીએ પણ કહ્યું કે, હું પ્રિયતમ ! જ્યારે પુત્ર થશે ત્યારે જ તમારે ત્યાં હું આવીશ, પરંતુ આટલી હારી પ્રતિજ્ઞા સાંભળે. “જે હું સત્ય પંડિતા હઈશ તે તમ્હારા હાથથી મહારા પગ ધોવરાવીશ, અને મહારા જેઠા પણ તહારી પાસે ઉપડાવીશ એટલું યાદ રાખજે.” એમ એકાંતમાં કહી તે બાળા પિતાને ઘેર ગઈ. ભુવનાનંદાએ એકતમાં બેસી પોતાના પિતાની આગળ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. મંત્રી છે , હે પુત્રી ! અતિ દુર્ધટ આ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે? પુત્રી બેલી, હે તાત! જુઓ, બુદ્ધિ આગળ કંઇપણ દુર્ઘટ નથી. મંત્રી બે, કાર્યગતિ બહુ વિષમ હોય છે. દાન, બુદ્ધિ કે પરાક્રમથી પણ તે સિદ્ધ થતી નથી, માત્ર એક દેવની સહાયથી જ તે સિદ્ધ થાય છે. એમ પિતાનું વચન સાંભળી બાળા બોલી હે પિતાજી? આપનું કહેવું સત્ય છે એમાં કેઈ પ્રકારને સંદેહ નથી. જીને દરેક કાર્યમાં બુદ્ધિ પણ કમ વશથી જ પ્રાપ્ત થાય છે. વળી હે તાત! લાંબા વિચારની કંઈ જરૂર નથી, માત્ર કરવાનું એટલું જ છે કે રાજાના મહેલની પશ્ચિમ બાજુએ હિમાલયના શિખર સમાન એક શ્રી રૂષભદેવનું મંદિર બંધાવે. તેમાં ત્રણે કાળે સંગીત સાથે મહોત્સવ થાય તેવી ગોઠવણ કરે. તેમજ વારાંગનાઓના મહેલ્લામાં હારે રહેવા માટે એક હવેલી બંધાવે. વળી કેટલીક સ્ત્રીઓને ઉત્તમ શણગાર સાથે સરસ સંગીતકલામાં કુશલ કરવી જોઈએ, કેટલીકને નાટયકલા, કેટલીકને ભરતરાજાના ઉત્તમ હાવભાવમાં મુસલ, તેમજ કેટલીકને વેણુ, વિષ્ણુ, મૃદંગાદિક વાદ્ય વગાડવામાં પ્રવીણ કરવી જોઈએ અને તે સર્વ વેશ્યાઓ હેવી જોઈએ. એમ તે બાળાના કહ્યા
For Private And Personal Use Only