________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
(૭૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. અમે અતીચારના દોષથી મુક્ત થઈ ચોથું વ્રત પાળી શકીએ. શ્રી સુપાર્શ્વપ્રભુ બોલ્યા, હે નરેંદ્ર! જે મનુષ્ય રાગાંધ થઈ કામકીડા માટે સ્ત્રીઓનાં સ્તન મુખાદિક અંગે સેવે છે તે પુરૂષ ધનશ્રેણીની પેઠે અનેક દુઃખ ભેગવે છે. આ ભરતક્ષેત્રમાં ગજેદ્ર (એરાવત) થી વિભૂષિત અને અનેક
વિબુધ (દેવ) થી વ્યાપ્ત સધર્મ સભા ધનશ્રેણી. સમાન પ્રસિદ્ધિ પામેલું વિક્રમપુર નામનગર
છે. તેમાં વિક્રમરાજા રાજ્ય કરતે હતો. વળી તે નગરમાં સિદ્ધિતિલક નામે શેઠ છે. અને લક્ષ્મીનું કુલભવન એવી લક્ષમી નામે તેની સ્ત્રી હતી. તેઓને ઘન અને ધનદેવનામે બે વિખ્યાત પુત્ર હતા. સર્વ કલાઓમાં કુશળ અને સુંદર રૂપવાળી કુલીન બાલિકાઓ સાથે તેઓનાં લગ્ન થયાં હતાં, વળી ધનકુમાર સ્વાભાવિક કામી હતું અને ધનદેવ ધર્મમાં બહુ રાગી હતે. એક દિવસ તે બન્નેને હોલિકા પર્વના સમયે કઈક સામાન્ય માણસ પોતાના નગરના સમીપ રહેલા ક્ષેત્રમાં લઈ ગયે. ત્યાંથી પૂર્વ દિશામાં એક આમ્રવન હતું તેમાં ચાર જ્ઞાનના ધારક, ત્રણ ગુપ્તિઓના પાલક અને મૂર્તિમાન કામ સમાન આકૃતિને ધારણ કરતા એવા એક મુનીંદ્ર જોયા. જેથી તેઓએ કૈટુંબિકને પૂછયું, ભાઈ ! અહીં આ મુનિ નાસિકા ઉપર દ્રષ્ટિ રાખી કાષ્ઠની માફક ચેષ્ટા રહિત થઈ કેમ બેઠા છે? જવાબમાં તેણે જણાવ્યું કે, એક માસથી આ પ્રમાણે તે સ્થિર આસને બેઠેલા છે. ભેજન પાનાદિકને સર્વથા ત્યાગ કરી તેઓ આ પ્રમાણે જ બેસી રહે છે. પછી તેઓ તેની સાથે જઈ મુનિને નમસ્કાર કરી બોલ્યા, હે મુનીંદ્ર ! પ્રથમ અવસ્થામાં આપને વ્રત ગ્રહણ કરવાનું શું કારણ બન્યું? મુનિ બેલ્યા, હે ભવ્યાત્માઓ! હારી સ્થિતિ તમે સાવધાન થઈ સાંભળે.
For Private And Personal Use Only