________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનદત્ત શ્રેષ્ઠિનીકથા.
(૭૭) અનાથ કુલટાનો નિયમ કર્યો નથી એમ માની વિધવા કુલટાઓ સાથે કીડા કરવા લાગ્યું, એક દિવસ કુલટા સાથે વ્યભિચાર કરતે દુર્લભ આરક્ષકના જોવામાં આવ્યું. જેથી તેણે લાકડીના પ્રહારથી જીર્ણ કરી બંધનને સ્વાધીન કર્યો. તેના પિતાએ દંડ ભરી તેને બંધનમાંથી છોડાવ્યા. એ પ્રમાણે બહુવાર છોડાવ્યા તે પણ તેણે અનાથ કુલટાએાને સંગ છોડ્યો નહીં. જેથી તેના પિતા પણ બહુ કંટાળી ગયા અને તે વ્યસન છોડાવી શક્યા નહીં. એક દિવસ એક ક્ષત્રિયની બાલ વિધવા દીકરી સાથે કામાંધ થઈ ચેષ્ટા કરવા લાગે. જેથી તેણુએ બૂમ પાડીને પિતાના બંધુજન એકઠા કર્યા. તેઓએ દુર્લભને લાકડીઓના પ્રહારથી ખુબ કુટ્યો. તેથી તેના પ્રાણેએ આ બહુ દુષ્ટ છે એમ જાણી તેને ત્યાગ કર્યો. ત્યાંથી તે મરીને પ્રથમ નરક ભૂમિમાં ગયો. ત્યાં તેને બહુ પશ્ચા. રાપ થયે, જેથી તે મુક્ત થઈ મનુષ્ય જન્મ પામી જૈન દીક્ષા અંગીકાર કરી મોક્ષસ્થાનમાં ગયે. ગોભદ્ર શેઠ પણ કલંક રહિત વ્રત પાળી કાળ કરી સૈધર્મ દેવલોકમાં ગયે. ત્યાંથી ત્રીજે ભવે મોક્ષ સુખ પામશે. માટે હે ભવ્ય પ્રાણુઓ! પરસ્ત્રીને સંગ નિરંતર છોડી દેવો જોઈએ એમ સમજી પરમ દુઃખનું કારણ ભૂત અપરિગ્રહિત સ્ત્રીને સર્વથા ત્યાગ કરવા ઉઘુક્ત થાઓ. इति चतुर्थव्रतद्वितियातीचारे दुर्लभकथा समाप्ता ।।
–-0*Cl-~ धनदत्तश्रेष्ठीनीकथा.
તૃતીય અનંગ ક્રીડાતિચાર. દાનવિર્ય રાજા બે, કૃપાસાગર એવા હે ભગવન! હવે અમને ત્રીજા અતિચારનું સ્વરૂપ દૃષ્ટાંત સાથે સમજાવે. જેથી
For Private And Personal Use Only