________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૪ )
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
બહુ વાહન પરિવાર સહિત ગોડ દેશમાં ગયાં. ત્યાંથી ઉત્તમ ભદ્રં જાતિના એક હજાર હાથી ખરીદ કરી દૃિલપુરમાં આવ્યાં. રાજાએ બતાવેલા સ્થાનમાં બીજી જાણે ભટ્ટિલપુર હાય ને શુ ? તેવી રચના કરી ગુણસુંદરી ત્યાં રહી. તેના પતિ પણ દ્રવ્યના પ્રભાવથી દરેક કલાઓમાં કુશળ થયા હતા,તેથી તે પણ લેાકમાં પ્રસિદ્ધ થયા. વળા તે વિવિધ વિલાસેાનુ કુલભવન હોવાથી તેનુ પુણ્યપાળ એવું નામ ઠરાવ્યુ છે. કહ્યુ છે કે
श्रीपरिचयाज्जडा अपि भवन्त्यभिज्ञा विदग्धचरितानाम् । उपदिशति कामिनीनां, यौवनमद एव ललितानि ॥
અલક્ષ્મીના પરિચયથી જડ પુરૂષષ પણ વિજ્ઞ પુરૂષોના ચરિત્રના જાણકાર થાય છે, તેમજ ચાવન અવસ્થાના મદ પણ યુવતિઓના વિલાસેાને ઉપદેશ આપે છે.” એક દિવસ પુણ્યપાળે પણ બહુ ઠાઠથી ભેટ પૂર્ણાંક રાજાની મુલાકાત લીધી. રાજાએ પણ તેની પાસે હજાર હાથી જાણીને કહ્યું કે, મહાજનના કહ્યા પ્રમાણે કિંમત લઇ તમ્હારા હાથી અમને આપો. પુણ્યપાળ મેળ્યે, રાજાધિરાજ ! જન્માંતરે પણ આ કાર્ય મ્હારાથી કરી શકાય તેમ નથી, પરંતુ મ્હારા મુકામમાં પધારી આપ લેાજન કરી અને હજાર હાથી પણ લઇ લ્યેા, તે આપનાજ છે, કિંમતની કંઇ પણ જરૂર નથી. આ પ્રમાણે પુણ્યપાળનું ખેલવું સાંભળી રાજાનુ હૃદય પીગળી ગયું. પુણ્યપાળ પેાતાના મકાનમાં ગયા. હવે તે મકાન કાના અધાવેલા છે. અને તે યત્રથી ગેાઠવેલા છે. તેમાં સેા થાંભલા અને ચાર દ્વાર ગાઠવેલાં છે. ભાજનને અવસર થયા, જેથી રાજા પાતે જમવા બેઠા. ગુણસુંદરી એકલી પીરસે છે. પ્રથમ અનેક પ્રકારનાં ફૂલ પીરસીને અ ંદર ચાલી ગઇ, પછી અન્ય વેશે ધારણ કરી બીજા દ્વારથી પકવાન્ન પીરસી ગઈ,
For Private And Personal Use Only