________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુર્લભવણિકનીકળ્યા.
(૭૩) તેમજ સર્વ લેકેને આજ્ઞા કરી કે, જે ગુણસુંદરીની સાથે વાતચિત કરશે તેને ફાંસીએ લટકાવવામાં આવશે. જેથી તે ગુણસુંદરી પિતાના નિર્ધન પતિ સાથે મન ધારણ કરી ચાલી ગઈ. પિતાના પતિના ઘરમાં પ્રવેશ કરી તેના મસ્તકના કેશ છુટા કરે છે તેટલામાં એકદમ કેશમાંથી તે ઉત્તમ સુગંધ ફેલાઈ ગયું કે જાણે ગોશીષચંદનવનના સુગંધને છળવા માટે ફેલાયે હોય ને શું? તેમ જાણે ગુણસુંદરીએ પોતાના પતિને પૂછયું કે, આજે તમારે કાકને ભારે કયાં મૂકે છે? તેણે જવાબ આપે કે, હે સુંદરી! આજને ભાર તે કોઈની દુકાને મૂક્યો છે. પછી ગુણસુંદરીએ તેની સાથે જઈને તે ભારે પિતાના ઘેર અણુવ્યું. ત્યારબાદ તેમાંથી ચંદનના કકડાઓ વાણીયાની દુકાને વેચીને કેટલાંક વસ્ત્ર ધાન્ય વિગેરે ઉપયેગી સાધન ખરીદ કર્યો. પછી જે વૃક્ષ ઉપરથી ચંદનનાં લાકડાં લાવ્યા હતા ત્યાં આગળ જઈ તેણીએ તે વૃક્ષના ટુકડા કરાવીને મૂર્ખ મજુર પાસે અર્ધી રાત્રીએ સર્વ કાષ્ઠ પિતાના ઘરમાં ભરાવ્યાં. ત્યારબાદ તે વેચવાથી અનુક્રમે પુષ્કળ ધન તેમાંથી તેને પ્રાપ્ત થયું. દ્રવ્યના પ્રભાવથી પિતાને ઉચિત પરિવાર અને વાહનાદિક
સર્વ સામગ્રી તૈયાર કરી બન્ને સ્ત્રી પુરૂષ સુવર્ણસિદ્ધિ વેપાર માટે દેશાંતર ગયા, ગુણસુંદરીએ
રાજાએ આપેલાં વહિક વસ્ત્ર (જુના ઈતિ હાસ લખેલાં વસ્ત્રો પહેરેલાં હતાં. તેઓમાં લખેલી અક્ષર પંક્તિ તેના જેવામાં આવી, અનુક્રમે તપાસ કરતાં એક ઠેકાણે સુવર્ણ સિદ્ધિને પ્રયોગ લખેલે તેના જેવામાં આવ્યો. પછી લખ્યા પ્રમાણે સર્વ સામગ્રી એકઠી કરી પ્રેગ કર્યો, તેથી તાપ, છેદ અને કષ એમ ત્રણ પ્રકારે શુદ્ધ સુવર્ણ સિદ્ધ થયું. ત્યારબાદ તે પ્રગવડે પુષ્કળ સેનું તેઓએ સંપાદન કર્યું. બાદ તેઓ
For Private And Personal Use Only