________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૨)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. અમૂલ્ય આભૂષણ તથા ઉત્તમ વસ્ત્રોથી વિભૂષિત સભ્યજનેને જોઈ રાજા બહુ ખુશી થયે, અને કોમળ વાણવડે પોતાના પરિ જનને પુછવા લાગ્યા કે તમે તેના પ્રતાપથી વિશાળ લક્ષમીના વૈભવ ભોગવે છે? તેઓ બેલ્યા, રાજાધિરાજ ! આ સર્વ આપનેજ પ્રસાદ છે. અન્ય કેઈને પણ નથી. ત્યારબાદ ગુણસુંદરી મસ્તક ધુણાવી ઉચે સ્વરે રાજાની અપેક્ષા છેડી દઈને બેલી, હે તાત ! આ સર્વ લક્ષમી વિલાસ ભવિતવ્યતાને લીધે આવી મળે છે. તે ઉપર તેણુએ એક ગાથા કહી.
सा जयउ नए लच्छी, जीइ पसाएण ईसरजणस्स ।
सच्चमलियंपि वयणं, सयाणपुरिसावि मन्नंति ॥ અર્થ—“અહો! આ દુનિયામાં માત્ર લહમીદેવીને જય થાઓ, કે જેના પ્રસાદથી સમજુ માણસે પણ ધનાઢ્ય પુરૂષનું અસત્ય વચન પણ સત્ય તરીકે માને છે.” આ પ્રમાણે તેને અભિપ્રાય જાણી સ્વભાવથી બહુ કોપીરાજા બલ્ય, પુત્રિ! તું કોના પ્રસાદથી આનંદ ભગવે છે? ગુણસુંદરી બેલી, પૂર્વે કરેલાં કર્મોના ફળ વિપાકથી સુખ દુ:ખ પ્રાપ્ત થાય છે. અપરાધ અને ગુણેમાં અન્ય તે નિમિત્ત માત્ર ગણાય છે. રાજાએ તરત જ હુકમ કર્યો કે, કોઈપણ નિર્ભાગ્ય જનમાં શિરોમણિ સમાન દરિદ્ર પુરૂષને અહીં પકડી લાવે. કારણ કે અહીં તેનું કામ છે. આ પ્રમાણે રાજાને હુકમ સાંભળી તરત જ રાજપુરૂષ છુટ્યા અને માથે કાષ્ટની ભારી મૂકી ફરતા એક દરિદ્રને લાવીને રાજાની આગળ હાજર કર્યો. તેને જોઈ રાજા બહુ ખુશી થયો! તે દરિદ્રીની સાથે ગુણસુંદરીને પરણાવી. પછી સર્વ વસ્ત્રાદિક ઉતારી લઈ વહિકાનાં જીર્ણ વસ્ત્ર પહેરાવીને કહ્યું કે, હે ગુણસુંદરી! તું હવે અહીંથી વિદાય થા અને પૂર્વોપાર્જીત સુકૃતને અનુભવ કર.
For Private And Personal Use Only