________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૮)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર, નહી છોડે તો પણ હું ગમે તે રીતે પ્રાણ ત્યાગ કરીશ. આ પ્રમાણે મહારે દઢ આગ્રહ જોઈ તેણે મને છેડી દીધી. જેથી ચિતામાં પ્રવેશ કરી મહેં દેહ ત્યાગ કર્યો. હે શ્રેષ્ટિ ! વિશેષ અધ્યવસાયને લીધે તે પુરૂષ મરીને આ હારે પુત્ર થયેલ છે. અને હું વ્યંતર જાતિમાં દેવપણે ઉત્પન્ન થઈ છું. આ પ્રતિબંધને લીધે હે તહને આ મહારૂં વૃતાંત સંભળાવ્યું. હવે જે હારી પ્રાર્થના સ્વીકારે તે હાલ મહારે પ્રત્યુપકારની બુદ્ધિથી વજાને કંઈક કહેવાનું છે. વજી બોલ્યા, ખુશીથી કહે, મહારા લાયક હશે તે હું તે કરવા તૈયાર છું. દેવ બાલે, નદીના સામા કીનારે લવલીવેલીના મંડપમાં એક મુનિ મહારાજ વિરાજે છે. માટે તમે બને જણ ત્યાં જાઓ અને ભક્તિપૂર્વક તેમને વંદન કરે. જેથી તેઓ પણ મુનીંદ્રની પાસે ગયા. મુનિએ પણ ધર્મલાભપૂર્વક અણુવ્રતાદિકને ઉપદેશ આપ્યા. ત્યારબાદ બંને જણે ગુરૂ સમક્ષ શ્રદ્ધાપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. પછી સંતુષ્ટ થઈ દેવ બોલ્યો, તમે મહારા ગુરૂભાઈ થયા. કારણકે હું પણ આ મુનીશ્વર પાસેથી જ સમ્યકત્વ પામ્યો છું. માટે વાંછિત અર્થ દાયક એવું આ ચિંતામણિરત્ન તમને સાધર્મિક વાત્સલ્યમાં અર્પણ કરું છું. એમ કહી ચિંતામણિ આપી તે દેવ અદૃશ્ય થઈ ગયે. ત્યારબાદ પિતા પુત્ર અને શ્રાવકધર્મ પાળવા લાગ્યા. હમેશાં
મુનિ પાસે જતા અને ધર્મ સાંભળતા હતા. વજને દુરાચાર, પરંતુ વાને વેશ્યાગમનનું વ્યસન પડયું
હતું તે છોડતો ન હતે. કેટલીક વેશ્યાઓને ભાડુ આપી રખતે હતો. તેમજ અન્ય કેટલીક સ્ત્રીઓ સાથે ઈચ્છા પ્રમાણે વિલાસ કરતો હતો એ પ્રમાણે કેટલીક કામકીડામાં આતુર બની રાત્રીએ વ્યતીત કરતે હતે. ચિંતામણિના
For Private And Personal Use Only