________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૪)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. પકડી સભાની બહાર જઈ મુકુટાદિક સર્વ અલંકાર કુમારને આપી પિતાની પ્રજાને કહ્યું કે હવેથી આ કુમાર તમારે રાજા છે. એની આજ્ઞામાં હમેશાં વર્તવું, એમ ઉપદેશ આપ્યા બાદ પરિ જન સહિત કુમારને પ્રણામ કરી કેવલી ભગવાનના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ રાણીએ પણ નવીન રાજગાદીએ બેઠેલા કુમારને પુછી પિતાના દુશ્ચરિત્રની શુદ્ધિ માટે દીક્ષા ગ્રહણ કરી, તેમજ કેટલીક અન્ય રાણીઓએ પણ દીક્ષા લીધી. ત્યારબાદ કેવલી ભગવાન અને અન્ય દીક્ષાધારી મુનિઓને નમસ્કાર કરી રાજા પોતાના સ્થાનમાં વિદાય થયે. પછી રાજા પોતે હમેશાં મુનિઓની સેવામાં હાજર રહેતે હતો. એમ કરતાં કેટલાક દિવસ પોતાના પરિવાર સહિત મુનીંદ્ર ત્યાં રહીને પછી અન્ય દેશમાં વિહાર કર્યો. વીરકુમાર રાજા નીતિપૂર્વક રાજ્ય ચલાવતે અને પ્રજાનું
સંરક્ષણ કરતું હતું. તેમજ જેનશાસનની વીરકુમારને ઉન્નતિ કરવામાં તત્પર હતે. વિનયગુણ સંમેલ. પન્ન એવા મંત્રીના પુત્રને દરેક સ્થાને
આત્મ સમાન ગણતો હતે. તેવામાં રિપુમર્દન રાજાને લેખ આવવાથી ડેક પરિવાર સાથે લઈ વિમળને રાજ્ય કારભાર સોંપી પોતે શ્રીનિલયનગરમાં ગયો. ત્યાં પોતાના પિતાને સમાગમ કરી ધર્મતત્વને ઉપદેશ. પ્રાપ્ત કર્યો. રિપુમર્દન રાજાએ પણ પુત્રથી ધર્મતત્ત્વ જાણીને તેને રાજ્ય કારભાર સોંપીને વિધિપૂર્વક દીક્ષા લીધી, ત્યારબાદ વીરકુમાર રાજા પણ ચિરકાલ શ્રાવક ધર્મ પાળી રણધવલ રાજષિના ચરણમાં દીક્ષા લઈ નાના પ્રકારના દેશરૂપી સરોવરમાં ભવ્ય પ્રાણિરૂપ કમલેને બહુ સમય પત પ્રતિબંધ કરી સૂર્યની પેઠે મેક્ષ (અસ્ત) પામ્યા. માટે હે ભવ્ય પ્રાણિઓ ! આ
For Private And Personal Use Only