________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
( ૬૩) કર્યો, વિષયરાગ વિડંબનાનું આ અપૂવ નાટક બતાવ્યું. હવે હું મારા સ્થાનમાં જવા માટે રજા માગું છું. કુમાર પણ તેમની વિદાયગીરી માટે તેમની પાછળ ચાલ્યા. કેટલાક માગે જઈ રાજાને નમસ્કાર કરી કુમાર પાછો વળ્યો. રાજા પિતાના મહેલમાં ગયે. પ્રભાતકાળ થયા. પિતાને નિત્ય નિયમ કરી કુમારને પિતાની પાસે બોલાવ્યો. કુમાર પણ ત્યાં આવી ઉચિત સ્થાને બેઠે. રાજા પોતે કંઈક બેલવાને વિચાર કરતા હતા, તેટલામાં ઇશાન કેણમાં અતિ અદ્ભુત તેજને વિસ્તાર જોવામાં આવ્યું. રાજાએ તત્કાળ દ્વારપાળને પૂછયું કે આ શું દેખાય છે ? દ્વાર પાલે ક્ષણ માત્રમાં તેને તપાસ કરી જણાવ્યું કે અહીંયા કે કેવળ જ્ઞાની મુનીંદ્ર પધાર્યા છે, તેમને વંદન કરવા માટે વિમાનવાસી દેવતાઓ જાય છે, તેઓની આ કાંતિ દેખાય છે. તે સાંભળી સર્વકાર્યને ત્યાગ કરી રાજા કુમારની સાથે સમસ્ત રૂદ્ધિ સહિત મુનીંદ્રને વાંચવા માટે ત્યાં ગયે. વિધિ પૂર્વક વંદન કરી પરિજન સહિત રાજા મુનીંદ્રની આગળ બેઠો. પછી માં. ચિત થયું છે ગાત્ર જેનું અને પૃથ્વી ઉપર સ્થિર કર્યું છે. જાનુ મંડલ જેણે એવા કુમાર ભાલDલમાં અજવી જેડી મુનીન્દ્ર પ્રત્યે બેલ્યા હે જગદગુરૂ ! આપ ધર્મદાયક ગુરૂ છે, વળી આપ વિતરાગ પદવીને પ્રાપ્ત થયા છે, છતાં પણ હારી ઉપર મહેરી કૃપા કરી. કારણકે પિતાના ચરણ કમલનું આપે દર્શન કરાવ્યું. ત્યારબાદ રાજા બોલ્યા હે કુમાર ! હું એમ માનું છું કે મહારા હદયને અનુકુલ એવી દીક્ષા આપીને મહારા ઉપર અનુગ્રહ કરવા માટે પ્રભુનું આગમન થયું છે. તે સાંભળી મુનીંદ્ર બેલ્યા. હે રાજન? લ્હારૂં કહેવું સત્ય છે અને આ સમય હારા ઉદયને છે. ત્યારબાદ પોતાના સ્થાનમાં જવા માટે ઉભા થયેલા સભાસને બેસારી રાજાએ પોતાના પરિજન સાથે કુમારને હસ્ત
For Private And Personal Use Only