________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીરકુમારની કથા.
(૫૯) તૈયાર છું. ત્યારબાદ કુમારે કહ્યું હે રાજન? આજે સંધ્યાકાળે ગુમરાતે મહારા મકાનમાં પધારવા કૃપા કરશો. રાજાએ પણ તે પ્રમાણે કબુલ કર્યું અને સંધ્યા સમયે થયે એટલે કુમારની પાસે ગયે. કુમારે પોતાની પાશમાં કોઈ ન દેખે તેવી રીતે એક ઢેલીયા ઉપર રાજાને બેસાડ્યા. હવે કઈક બહાનું કરી પ્રતીહારની સ્ત્રી પોતાના ઘેરથી નીકળી રાત્રિના પ્રથમ પ્રહરમાં કુમારની પાસે આવીને એગ્ય સ્થાને બેઠી. એટલે કુમારે ઉપદેશને પ્રારંભ કર્યો. ભેગાદિક વિષયે આલેકમાં દુ:ખજનક છે, તેમજ પરલેકમાં પણ નરકાદિ દુઃખનું કારણ થાય છે. આ ઉપરથી એ વાત સત્ય થઈ કે કાગડાનું માંસ અને તે પણ વળી ઉચ્છિષ્ટ સમાન આ થયું. વળી દુર્ગતિદાયક વિષયેનું સેવન કરવું ખરું પણ જે એથી તૃપ્તિ થતી હોય તે અન્યથા વૃથા કલેશ શામાટે સેવ? ઉચ્છિષ્ટ ભોજન પણ કરવું, જે ખાવાથી મીઠું લાગતું હોય તે વળી વિષયભેગવવાથી આ જીવને તૃપ્તિ થતી નથી અને પરલેકમાં નરકગતિ પ્રાપ્ત થાય છે, તે આ બે દંડ કેવી રીતે સહન ક રવા? જીવોએ દેવ ભવ પામી બહુ સમય સ્વર્ગાદિ લેકમાં વિ ષય સુખ જોગવ્યું, પરંતુ હજુ સુધી પણ તૃપ્તિ ન થઈ તે સ્વ૯૫ કાલના જીવિતવાળા મનુષ્યભવમાં ભગવેલા તુચ્છ વિષય સુખથા કેવી રીતે તૃપ્તિ થાય ? હે સુંદરિ? જો કે આ વિષય - ગવતાં પ્રારંભમાં આનંદ આપે છે, પરંતુ પરિણામે વિરસ અને કિંપકલ સમાન અનર્થજનક છે. માટે વિષયેના ત્યાગ કરી ઇંદ્રિય તથા મનને નિગ્રહ કરી મોક્ષમાર્ગનું સ્વરૂપ જાણીને તેમાં સદાકાળ ઉઘુક્ત થા. વળી તે મોક્ષમાર્ગનું મુખ્ય કારણ સભ્યકુદર્શન, સમ્યજ્ઞાન અને ચારિત્ર ધર્મ છે. પછી તે સર્વેનું ભેદ, સહિત સ્વરૂપ તેની આગળ પ્રગટ કર્યું. જેથી તે સ્ત્રી પ્રતિબંધ પામી. ત્યારબાદ કુમારે તેને પડદાની અંદર એકાંતમાં બેસારી.
પ્રારંભમાં
જનકમાં
For Private And Personal Use Only