________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૮ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. પણ કહ્યું. તે સાંભળી કુમાર ઉપર રાજાની બહુ પ્રીતિ ઉત્પન્ન થઈ, તેમજ તેના ઉપર વિશ્વાસ પણ સજજડ છે. તેથી રાજાએ પણ માંસના ત્યાગ સાથે દેવ તથા ગુરૂતરવને સ્વીકાર કર્યો.
એક દિવસ દ્વારપાલવડે પ્રવેશ કરાએલી કેઈક હૃતિ સંધ્યા દૂતિનું આગમન.
ગ સમયે કુમારની પાસે આવી અને વિનંતિ
* કરવા લાગી. હે કુમારે? આ નગરમાં બહુ રૂપવતી, રાજા, મંત્રી, નગરશેઠ અને પ્રતીહાર એ ચારેની સ્ત્રીઓ આપને જેઈ કામ જવરથી બહુ દુઃખી થઈ છે. તેથી તે ચારે સ્ત્રીઓએ વિચાર કરી મને આપની પાસે મોકલી છે. માટે તેઓ દરેક પરસ્પર આ વૃત્તાંત ન જાણી શકે તેવી રીતે અનુક્રમે આપના સમાગમને લાભ તેઓને મળી શકે એટલી કૃપા કરો. ત્યારબાદ પિતાને જે કરવાનું હતું તેને નિશ્ચય કરી કુમારે જવાબ આપે કે આવતી કાલે રાત્રીના પ્રથમ પ્રહરમાં પ્રતીહારની સ્ત્રી, બીજા પ્રહરમાં શેઠાણું, ત્રીજા પ્રહરમાં મંત્રી ની સ્ત્રી અને ચોથા પ્રહરે રાણીને મોકલવી. આ પ્રમાણે કુમારનું વચન સાંભળી દૂતિએ જાણ્યું કે હવે આ કાર્ય સિદ્ધ થયું એમ સમજીને બહુ ખુશી થઈ અને તે વૃત્તાંત દરેકને ઘેર જઈ નિવેદન કરી પિતે કૃતાર્થ થઈ. બીજે દિવસે કુમારે રાજાને કહ્યું કે આપને હું કંઈક નવીન
બનાવ દેખાડવા ઈચ્છું છું. તે જોઈ આપ કુમારનું કર્તવ્ય. કોઈ સમયે નહીં એવું એવું આશ્ચર્ય
પામશે. તે સાંભળી રાજા બોલ્યા: હે સહુરૂષ? હું તને વ્યવહારથી પુત્ર સમાન જાણું છું પણ નિશ્ચયથી તે હને પિતા સમાન માનું છું. કારણકે સદ્ધર્મના દાનથી. મહારો જન્મ સફલ કર્યો છે. માટે હે વત્સ? હવે વિકલ્પ કરવાનું કંઈપણ કારણ નથી, આપની ઈચ્છા પ્રમાણે હું વર્તવા
For Private And Personal Use Only