________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા રીતે હું અદ્ધિ વ વવાતી આચરવામાં છે
પૂર્વભવ પ્રસ્તાવ.
(૨૫) મળેલું છે ? અથવા તે કેઈ દેવ દાનવ તરફથી અજરામર પણનું વરદાન મેળવ્યું છે? યાતે મણિમંત્ર ઓષધિ વિગેરેનું કઈ અદ્ભુત બળ પ્રાપ્ત કર્યું છે? વળી જરા રાક્ષસી સ્મૃતિ તથા વીર્ય વિગેરેનો બલાત્કારે નાશ કરી સમગ્ર કેને વિલક્ષણ બનાવે છે તે શું તું નથી જાણતું ? માટે હે ભદ્ર! જન્મ-મરણનું દુઃખ ટાળી જે સિદ્ધિ વધુ વરવાની ઈચ્છા હોય તે સર્વથા પ્રમાદને ત્યાગ કરી અવશ્ય યતિ ધર્મ આચરવામાં ઉઘુક્ત થા. આ પ્રમાણે મુનિ મહારાજના વચનામૃતનું પાન કરી પ્ર
થમ વયમાં જ તે દીક્ષા લઈ યથાવિધિ ચિરજયસુંદર અને કાલ પાલન કરી અને અનશન વ્રત ગ્રહણ જયસુંદરી. કરી સંધર્મ દેવેલેકમાં ઉત્પન્ન થયે. ત્યાં હું
પણ પ્રથમ ઉત્પન્ન થયા હતા. રાજ! જેવી રીતે જનધર્મથી મહને સ્વર્ગ સુખ મળ્યું તે પ્રમાણે આપને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી પોતાની સ્ત્રી સહિત સંગ્રામ શ્રરાજાએ તે દેવ પાસે સમ્યકત્વ સહિત બાર પ્રકારને શ્રાવક ધર્મ વિનયપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારબાદ તે બન્ને દેવો પોતાનું કાર્ય સિદ્ધ કરી સૌધર્મ ક૫માં ગયા. પુન: કુલદેવી –-હે સમરસિંહ ! અનુક્રમે કેટલાક સમય વ્યતીત થયા બાદ ત્યાંથી ચવીને ચંદ્રલેખા દેવીની કુખે બન્ને દેવો એક સાથે.ઉત્પન્ન થયા, ગર્ભને સમય પૂર્ણ થવાથી રાણીને પુત્ર તથા પુત્રીનું જોડલું જામ્યું. રાજાએ બાર દિવસ સુધી સર્વત્ર વધામણ કરાવ્યાં, ઉચિત સમયે પુત્રનું નામ જયસુંદર અને પુત્રીનું નામ જયસુંદરી પાડયું, બન્ને ભાઈ બહેન ઈચ્છાનુસાર વિવિધ કીડા વિલાસના સુખથી શારીરિક સંપત્તિ મેળવી આઠ વર્ષનાં થયાં, એટલે રાજાએ સકલ કલાઓના અભ્યાસ માટે તેમને લેખાચાર્યની પાસે મૂક્યાં. તેઓએ પણ અનુક્રમે વિધિપૂર્વક સમગ્ર કલાઓમાં નિપુણતા મેળવી.
For Private And Personal Use Only